કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવી રહ્યાં છે. ગુજરાતભરમાં ધામધુમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી જ સાઉન્ડ તેમજ પતંગો સહિતનો તમામ સામાન લઈ પોતાના ધાબા પર પહોંચી ગયા છે. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં દર વર્ષની જેમ મકરસંક્રાંતિની ઉજવણી કરવા પહોંચી ગયા છે. આ ઉજવણી વચ્ચે કોઈ મોટી દુર્ઘટના કે કોઈ વાદવિવાદ ન સર્જાય તે માટે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તો આવો જાણીએ ગુજરાતના ક્યાં શહેરમાં પતંગત્સવનો કેવો માહોલ જામ્યો છે.
અમદાવાદ દરિયપુરમાં સીએમ ભુપેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી છે. દરિયાપુરના નવા તળિયાની પોળમાં ભુપેન્દ્ર પટેલે ઉતરાયણ ઉજવી તેમના બાળપણની યાદોને તાજી કરી હતીય.
રાજકોટમાં ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓ માટે બની સજા
રાજકોટમાં 12 વાગ્યા સુધીમાં 100થી વધુ પક્ષીઓ ઘવાયાનું સામે આવ્યું છે. કરુણા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. વિસ્તાર પ્રમાણે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં ફોન કરતાં કરુણા ફાઉન્ડેશનની ટીમ આવીને પક્ષીઓને સારવાર માટે લઇ જાય છે. કરુણા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 15 અને જિલ્લામાં 11 કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે.
સીઆર પાટીલે ઉતરાયણ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી
સીઆર પાટીલે ઉતરાયણ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી
ઉતરાયણ પર્વને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભા ઇલેક્શન પર જીત વિશે વાત કરતા કહ્યું હતું કે, જનતાનો પ્રધાનમંત્રી પ્રત્યેનો જે વિશ્વાસ હતો તેના કારણે વિજય પ્રાપ્ત થયો છે. આ જ રીતે 2024 માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં તમામ સીટો પર વિજય પ્રાપ્ત થશે.
અમિત શાહ મકરસંક્રાંતિની ઉજવણી કરવા અમદાવાદ પહોંચ્યા
ઈમરજન્સી કેસોમાં ગતવર્ષ કરતા વધારો
2022માં 698 સામે આવ્યા હતા, જેની સામે આજે સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઈમરજન્સી કેસો મળી આવ્યા છે. 2022ની સરખામણીમાં 109 ઈમરજન્સી કેસો મળી આવ્યા.
સુરતમાં ઊંધિયું લેવા લોકોએ લાઈન લગાવી
સુરતમાં વહેલી સવારથી ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો હતો. સુરતમાં ઉતરાયણ ના દિવસે ઊંધિયું ખાવાનો રિવાજ છે. વહેલી સવારે ચાર વાગ્યાથી જ સુરતની અલગ અલગ હોટલોમાં ઊંધિયાનું વેચાણ શરૂ થઈ જાય છે. શહેરમાં લોકો વહેલી સવારે જ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. સ્વાદિષ્ટ ઊંધિયું ખાવા માટે લોકો વહેલી સવારથી જ પોતાની મનગમતી હોટલ ઉપર પહોંચી જાય છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો ઉપર સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે કતારમાં ઊભા રહી ગયા હતા.
સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે કતારમાં ઊભા રહી ગયા
ઊંધિયું ખરીદવા માટે પડાપડી
અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ઉત્તરાયણમાં લોકો ધાબે સ્પીકર વગાડે, રસ્તા પર પતંગ ઉડાવે કે પતંગ પકડવા જાય, પ્રતિબંધિત દોરીથી પતંગ ન ઉડાવે, ધાબા પર ઉજવણીમાં ઝગડો ના થાય તે તમામ બાબતને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 6 હજાર પોલીસકર્મીઓ, 4000 હોમ ગાર્ડ જવાન, 4 SRP કંપની, 1 RAFની કંપનો સવારે 6 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેશે. 14 અને 15 જાન્યુઆરી બંને દિવસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવશે.
અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
દાણીલીમડામાં પતંગ ચગાવતી વખતે મારામારી
દાણીલીમડામાં પતંગ ચગાવતી વખતે બુગલ વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ચાર ઈસમોએ લોખંડની પાઇપો વડે વકીલને માર માર્યો હુમલો કર્યો હતો. જેની જાણ દાણીલીમડા પોલીસને થતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ
વડોદરામાં હિલ સ્ટેશન જેવા માહોલમાં મકરસંક્રાતની ઉત્સાહભેર ઉજવણી
ઉત્સવપ્રિય વડોદરાના નગરીના નગરજનો દ્વારા સુસવાટા મારતા ઠંડા પવન અને એ કાપ્યો છે… લપેટ…લપેટની ચિચિયારીઓ સાથે ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણના દિવસે પવને જરૂરી સાથ આપતા પતંગ રસીયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. સવારે મંદિરોમાં દાન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયો માહોલ રહેતા શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ રહ્યા હતા. જ્યારે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા.
કાપ્યો છે… લપેટ…લપેટની ચિચિયારીઓ ગુંજી ઉઠી.
તરુણને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા
રાજકોટમાં 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરનો ભોગ બન્યો
મકરસંક્રાંતિની ઉજવણી વચ્ચે રાજકોટના બેડી વિસ્તારમાં 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરનો ભોગ બન્યો છે. જેમાં તરુણ ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન ગળાના ભાગે દોરો વાગતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી જવા પામી છે.
સેવાભાવી લોકો ગાયોની સેવા માટે ઉમટ્યાં
