ત્રણ મોટાં મહિલા મંડળનું આયોજન:ઉમિયા માતાજી સંસ્થાન મહિલા મંડળે 3 સંમેલન યોજ્યાં

By Abhishek Raghuvanshi
1 Min Read

ઊંઝા માતાજી સંસ્થાનના મહિલા મંડળ દ્વારા અંતિમ એક અઠવાડિયામાં ત્રણ મોટાં મહિલા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે ગાંધીનગરના આસપાસનાં 30 ગામડાંના 88 ઉમિયા મહિલા સત્સંગ મંડળની મહિલાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા સંમેલનમાં પાટીદાર સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઊંઝા માતાજી સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં 3 હજાર સત્સંગ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં હાજર 2 હજાર મહિલાએ વ્યસન મુક્તિ અંગેના શપથ લીધા હતા. આ સંમેલનમાં પાટીદાર ઉપરાંત તમામ સમાજની મહિલાઓ જોડાઈ હતી. શનિવારના રોજ પાલનપુર ખાતે પાટીદાર મહિલાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સીદસર ખાતે ઊંઝા મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version