- ફર્સ્ટ લૂક – પીએમઓ કર્યાલયે સૂચના આપ્યા બાદ કામગીરી બમણી ઝડપે થવા માંડી, મહત્તમ એક્સપાન્શન પૂર્ણતાની આરે
ઓગસ્ટમાં વડાપ્રધાન મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થશે, જેની તૈયારીઓ પૂરજોશમાં છે. આ સાથે એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણની કામગીરી પણ અંતિમ તબક્કામાં આવી ગઈ છે. પીએમઓ ઓફિસની સૂચના બાદ આખરી ઓપ અપાઈ રહ્યો છે. એરપોર્ટ ટાર્મિનલ બિલ્ડીંગની અંદર ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ જોવા મળશે.
નિર્માણ કરી રહેલી કંપનીએ ફર્સ્ટ લૂક વિઝ્યુઅલ બહાર પાડ્યા છે. એરપોર્ટની બહાર એક ફ્રેમમાં પણ મૂકાયું છે જેથી મુસાફરો વિઝ્યુઅલ વ્યુ કરી શકે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પીએમઓ ઓફિસ તરફથી એરપોર્ટને અલ્ટીમેટમ આપી બિલ્ડિંગ વિસ્તરણનું કામ જુલાઈના અંત સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ અપાયો હતો, ત્યાર બાદ હવે ટર્મિનલના વિસ્તરણનું કામ 24 કલાક શરૂ કરાતાં હવે કામગીરી 95 ટકા પૂર્ણ થઈ ગઈ છે. ફિનિશિંગનું કામ અંતિમ તબક્કામાં છે, જે દોઢ મહિનામાં પૂર્ણ કરાશે. આ પછી જૂન અથવા જુલાઈ સુધીમાં એરપોર્ટનું ભવ્ય ટર્મિનલ મુસાફરો માટે શરૂ થઈ જશે એવું જાણવા મળ્યું છે.
નિર્માણ કરતી કંપનીએ સુવિધાઓ અને કામગીરીની તસવીરો જાહેર કરી, એરપોર્ટ પર પણ મૂકાઈ
25 હજાર ચોમીટરથી મોટું ટર્મિનલ વર્ષે 26 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકાશે
એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25520 ચોરસ મીટર થશે. વાર્ષિક 26 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 138 કરોડ છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ, ફ્લાય એશ ઈંટથી બની રહ્યો છે.
8474 વર્ગ મિટરમાં છે એરપોર્ટનું હાલનું ટર્મિનલ
17046 વર્ગ મિટર વિસ્તાર ડાબે-જમણે કરાઈ રહ્યો છે
25520 વર્ગ મિટરનો તઈ જશે વિસ્તરણ બાદ ટર્મિનલ
138 કરોડ રૂપિયા કુલ પરિયોજનાનો ખર્ચ1800 વધુ યાત્રીઓને સમાવવાની ક્ષમતા વધી જશે
ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ લગભગ પૂર્ણ થઈ ગયું
હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જે કુલ 17046 ચોરસ મીટર છે.
