આજથી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજશે:ઉનાળુ વેકેશન પૂર્ણ થતા બાળકોને શિક્ષકોએ ઉત્સાહભેર આવકાર્યા, બાળકોએ કહ્યું- “હજી રમવું છે”

By Abhishek Raghuvanshi
1 Min Read
વેકેશન પૂર્ણ થતા ભૂલકાઓ શાળાએ પહોંચ્યા.

વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓમાં ફરી ભૂલકાઓનો કલરવ સાંભળવા મળ્યો હતો. બાળકો પણ શિસ્ત રીતે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. શાળાઓમાં શિક્ષકોએ બાળકોને ઉત્સાહભેર આવકાર્યા હતા.

ભૂલકાઓ વેકેશન બાદ શાળાએ પહોંચ્યા
નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. નાના-મોટા સૌ વિદ્યાર્થીઓ આજે શાળામાં જતા દેખાયા હતા. ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આજે સ્કૂલબેગ સાથે હસતા ચહેરે શાળામાં જતા દેખાયા હતા. વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ આજે શાળાનો પહેલો દિવસ હતો છતાં પણ વિદ્યાર્થીઓમાં કેટલેક અંશે ઉત્સાહ દેખાયો હતો. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રવેશ આપવા માટે ગેટ ઉપર જ રહીને સહુ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

બાળકોએ કહ્યું હજી રમવું છે
શાળામાં પ્રવેશતી વખતે બાળકોમાં ઉત્સાહત હતો, પરંતુ જ્યારે શિક્ષકોએ પૂછ્યું કે, આજે ભણવું છે? તો બાળકોએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે, ના હજી અમારે રમવું છે. તમામ બાળકો એક સાથે બોલવા લાગ્યા હતા કે, ગાર્ડનમાં જવું છે અને હજી અમારે રમવું છે. સાંભળતાની સાથે જ શિક્ષકના ચહેરા ઉપર પણ સ્મિત સાથે આશ્ચર્ય દેખાયું હતું. શાળાના પહેલા દિવસે પણ હજી બાળકો વેકેશનના મૂડમાં જ દેખાયા હતા.

Exit mobile version