હજુ 2 દિવસ ભારે:26મીએ દરિયામાં ડિપ્રેશન, 30 જુલાઈથી સૌરાષ્ટ્ર-ઉત્તરમાં મેઘકહેર

By Abhishek Raghuvanshi
6 Min Read
  • દ્વારકા, રાજકોટ, ભાવનગરમાં રેડ, કચ્છ-જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ
  • વરસાદનો અધિક માસ
  • મેઘતાંડવ જૂનાગઢમાં ત્રણ અને દ. ગુજરાતમાં વરસાદી ઘટનામાં ચાર સહિત રાજ્યમાં સાત મોત
  • તુલના ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં સૌથી ઓછો અને જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ

જૂનાગઢમાં સતત 3 દિવસ વરસાદ વરસ્યા પછી શનિવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 2 જ કલાકમાં સાડા પાંચ ઈંચ સહિત દિવસ દરમિયાન 10 ઈંચ વરસી જતાં શહેરમાં તારાજી સર્જાઈ હતી. ત્યાર બાદ 24 કલાકથી વરસાદે વિરામ લીધો હોવાથી પ્રશાસન ફરીથી જનજીવન પાટે ચડાવવાના કામે લાગ્યું છે. જોકે આ સમય દરમિયાન સમગ્ર ગુજરાતમાં પણ મેઘમહેર રહી હતી. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં 34.72 અને સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 143.96 ટકા નોંધાયો છે.

રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં
ઝોનવાઇઝ સ્થિતિની સમીક્ષા કરીએ તો, મધ્ય ગુજરાતના દાહોદમાં સૌથી ઓછો 37.44 ટકા અને સૌથી વધુ આણંદમાં 73.62 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં 68.12 ટકા અને સૌથી ઓછો ડાંગમાં 34.72 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 143.96.96 અને સૌથી ઓછો સુરેન્દ્રનગર જિલ્લામાં 63.51 ટકા થયો છે.

ભારે વરસાદ પછી છલકાઈ ગયેલો રાજકોટનો આજી ડેમ

કચ્છમાં કયાંક ધોધમાર તો કયાંક ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પૂરાવી
સૌરાષ્ટ્રમાં સરેરાશ 99.89 ટકા વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે કચ્છમાં 124.48 ટકા થયો વરસાદ થયો છે. રવિવારે પણ કચ્છમાં કયાંક ધોધમાર તો કયાંક ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પૂરાવી હતી. જિલ્લામાં સૌથી વધુ ગાંધીધામમાં 3 ઈંચ તો અંજારમાં સવા બે ઈંચ વરસાદ ખાબકી જતાં બંને શહેરો પાણી-પાણી થઇ ગયા હતા અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. હાલાર પંથકમાં રવિવાર સાંજ સુધીમાં વધુ અડધાથી સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ. જામનગરમાં મોડી રાતથી સાંજ સુધીમાં આંશિક વિરામ સાથે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો 40 પૈકી 27 ડેમો છલોછલ થયા છે.

સૌરાષ્ટ્રમાં સરેરાશ 99.89 ટકા વરસાદ નોંધાઈ ગયો
દ્વારકાના ચરકલા નજીક જુનવાણી જીજીવારી ડેમનો પાળો તૂટી જતાં ખેતીલાયક જમીન પર પાણી ફરી વળ્યા છે તો જૂનાગઢ જિલ્લામાં આંશિક વરાપ વચ્ચે રવિવારે સાંજ સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ શહેરમાં 24 કલાકથી વરસાદને બ્રેક લાગી હોય જનજીવન સામાન્ય થયું છે. પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તાર સહિત પોરબંદર જિલ્લામા 2694 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. પોરબંદરના રસ્તાઓમાં પાણી ભરાયાં હતાં અને પાણી ઓસરી જતા કાદવ કીચડ ફેલાઈ ગયા છે. વેરાવળ પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ રવિવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે 12 થી 2 વાગ્યાના અરસામાં સાંબેલાધાર 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

- Advertisement -

વરસાદના કારણે અનેક રસ્તા બંધ થઈ જતાં જનજીવન ખોરવાયું
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડેલ વરસાદના કારણે 4 જણાના મૃત્યુ થયા તો અનેક રસ્તા બંધ થઈ જતાં જનજીવન ખોરવાયું હતું. હાલ ત્રણેક દિવસથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેની જનજીવન ઉપર અસર થઈ છે. સૌથી વધુ અસર સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા નવસારી શહેરની થઈ છે જ્યાં માત્ર 3 કલાકમાં 12 ઈંચ મેઘ ખબકતાં સમગ્ર શહેર થંભી ગયું હતું.

હજારો લોકો ઘરમાં ચારેક કલાક પુરાઈ ગયા હતા
અન્ય જગ્યાએથી શહેરમાં આવતા મહત્તમ રસ્તા બંધ થઈ ગયા તો શહેરના દોઢેક હજારથી વધુ ઘર,મિલકતોમાં પાણી ભરાઈ જતાં નુકસાની થઈ હતી. શહેરના ઇતિહાસમાં ટૂંકા સમયમાં સૌથી ઝડપી ઝીંકાયેલા વરસાદમાં 23 વર્ષીય યુવક ખાડીમાં તણાઈ ગયો હતો. હજારો લોકો ઘરમાં ચારેક કલાક પુરાઈ ગયા હતા તો 50થી વધુને તો ફાયર બ્રિગેડ વગેરેએ રેસ્કયું કર્યા હતા. જિલ્લામાં અન્યત્ર પણ વરસાદની અસર રહી જેના કારણે હાઇવે સહિતના 72 માર્ગ ઓછો વધતો સમય બંધ રહ્યા હતા. સરવેના રિપોર્ટ બાદ નુકસાની જાણી શકાશે.

ડાંગ જિલ્લા અને સુરતમાં ત્રણેક દિવસ ભારે વરસાદ પડ્યો નથી
નજીકના વલસાડ જિલ્લામાં 3 દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે કપરાડા વિસ્તારમાં 2 અને અન્ય 1 મળી 3 જણા તણાઈ જતાં મૃત્યુ પામ્યા હતા. 3 દિવસમાં જિલ્લામાં સરેરાશ 10 ઈંચ વરસાદ પડતાં 70 માર્ગ અંશતઃ સમય માટે બંધ રહ્યા હતા. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 24 કલાકમાં 7 ઈંચ વરસાદથી 4 માર્ગ બંધ થયા હતા. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લા અને નજીકના સુરત જિલ્લામાં ત્રણેક દિવસ ભારે વરસાદ પડ્યો નથી.

મારે ઘરે દશામા બેસાડ્યા છે…

મૂર્તિ લીધા વિના ઝૂંપડું નહી છોડું

મારે ઘરે દશામાંની સ્થાપના કરી છે, હું મૂર્તિ લીધા વિના ઝૂંપડું નહી છોડું.’ જૂનાગઢમાં એક જ દિવસમાં દસ ઈંચ વરસાદ પડ્યા પછી વાડલા ફાટક પાસેના ઝૂંપડામાં વંથલી પોલીસ બચાવકાર્ય માટે ગઈ ત્યારે મહિલાએ તેમને આ શબ્દો કહ્યા હતા. બાદમાં પોલીસે પાણીમાં ઉતરીને સમજાવટથી તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

જૂનાગઢમાં વરસાદનો વિરામ, દ. ગુજરાતના 150 રસ્તા બંધઃ જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લેતા જનજીવન સામાન્ય છે. પોરબંદરમાં2,694 લોકોનું સ્થળાંતર કરાયું છે. બીજી તરફ, દ. ગુજરાતના બે જિલ્લામાં કુલ 150 રસ્તા બંધ કરવા પડ્યાં છે.

સૌથી વધુ કચ્છમાં 125% વરસાદ , આ વખતે 110% વધુની સંભાવના સરદાર સરોવર ડેમ 68% ભરાયા, રાજ્યના બાકી 46 ડેમ ઓવરફ્લો

ઝોનકેટલો વરસાદ
ઇંચમાંટકામાં
મધ્ય ગુજરાત1754
ઉત્તર ગુજરાત1759
કચ્છ23125
સૌરાષ્ટ્ર28100
દક્ષિણ ગુજરાત3255
Exit mobile version