લાઈટ ફિડેલિટી ટેક્નોલોજીમાં અગ્રણી એવી નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-દિલ્હી સાથે તેની ટેક્નોલોજી ટ્રાન્સફર બોડી ‘ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર’ થકી અમદાવાદ સ્થિત કંપનીને વિકસિત લાઈફાઈ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે કરાર કર્યો છે.
વિઝિબલ લાઈટ્સ પર સ્વદેશી લાઈફાઈ નેટવર્ક ડિઝાઈન
આ અંગેની હાર્દિક સોનીએ જણાવ્યું હતું કે, નવટેક ઓપ્ટિકલ વાયરલેસ કમ્યૂનિકેશન્સ-લાઈફાઈ અને એફએસઓ ટેક્નોલોજીસ અને ડેવલપ્ડ પ્રોડક્ટ્સ પર કામ કરતી ભાતરની અગ્રણી ટેક્નોલોજી કંપની છે. લાઈફાઈ ટેક્નોલોજીના વધુ વિકાસ માટે ભારતની અગ્રેસર ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ્સમાં સ્થાન ધરાવતી સંસ્થા સાથે હાથ મિલાવતા અમને આનંદ થાય છે. નવટેકના સહયોગથી આઈઆઈટી-દિલ્હી વિઝિબલ લાઈટ્સ પર સ્વદેશી લાઈફાઈ નેટવર્ક ડિઝાઈન કરશે. આ સોલ્યુશન ઊર્જા કાર્યક્ષમ હશે કારણ કે સમાન ટ્રાન્સસીવરનો ઉપયોગ લાઈટ અને કમ્યૂનિકેશન બંને માટે કરવામાં આવશે. વિઝિબલ લાઈટ પર લાઈફાઈ નેટવર્ક્સ ડેવલપ કરવું દુર્લભ છે. ડેવલપ્ડ સોલ્યુશનનો હેતુ મોબાઈલ યુઝર્સને ઊંચા બીટ રેટ આપવાનો છે, જે હાઈ ડાયરેક્શનલ લાઇટ બીમને કારણે એક પડકારજનક કાર્ય છે.
નવટેક સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ: અભિષેક દિક્ષીત
આ અંગે આઈઆઈટી-દિલ્હીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અભિષેક દિક્ષીતે જણાવ્યું હતું કે, ભાવિ 6G ટેક્નોલોજીની માંગને લક્ષ્યમાં રાખીને સ્વદેશી લાઈફાઈ નેટવર્કના વિકાસ માટે નવટેક સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે. અમે હાઈ થ્રુપુટ, ઓછી વિલંબતા અને હાઈ સિક્યોરિટી સાથે સ્વાસ્થ્ય-સલામત ઇન્ડોર સિસ્ટમની કલ્પના કરીએ છીએ. 6G સંશોધને વૈશ્વિક સ્તરે જોર પકડ્યું હોવાથી અમારું લાઈફાઈ નેટવર્ક તેની આંતરિક ઊર્જા કાર્યક્ષમતા સાથે આપણા દેશના ઇકોસિસ્ટમ પર નિર્માણ કરી શકે છે. તેના ઉપયોગના કેટલાક કેસોને સંતોષી શકે છે. અમારી સિસ્ટમ સ્કેલેબલ, ઈન્ટેલિજન્ટ અને અફોર્ડેબલ એમ ત્રણેય ધ્યેયોને સંબોધિત કરશે.
