સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામ:સિંગણપોરમાં બાઈકસવાર સ્નેચરે રાહદારીનો મોબાઈલ ઝૂંટવ્યો, ઘટના CCTVમાં કેદ

By Abhishek Raghuvanshi
2 Min Read
સુરતમાં મોબાઈલ સ્નેચેરોનો આતંક યથાવત

સુરત શહેરમાં મોબાઇલ સ્નેચરોનો આતંક દિવસને દિવસે વધી રહ્યા છે. રસ્તેથી પસાર થતા રાહદારીઓ તેમજ રસ્તા પર ઉભા રહીને ફોન પર વાત કરતા લોકોના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બાઈક પર આવતા સ્નેચરો ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ રહ્યા છે અને આવી જ એક વધુ ઘટના સુરતના સિંગણપોર વિસ્તારમાં સામે આવી છે. જેમાં ડભોલી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથમાંથી પળભરમાં જ બાઈક પર આવેલા ઈસમો મોબાઈલ ઝૂંટવી ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે.

ફિલ્મી ઢબે મોબાઈલ સ્નેચિંગ
સુરત શહેરમાં બાઈક પર આવી મોબાઇલ સ્નેચિંગ કરીને બાઇક સવાર ઈસમો ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ રહ્યા છે. રસ્તેથી પસાર થતા અને રસ્તામાં ઉભા રહીને ફોન પર વાત કરતા લોકોને આવા સ્નેચરો નિશાન બનાવી રહ્યા છે. આ પ્રકારની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે. અને પોલીસે આવા કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના સિંગણ પોર વિસ્તારમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે એક યુવકના હાથમાંથી બાઇક પર આવેલા ઈસમો પળભરમાં જ મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા

મોબાઈલ અને સ્નેઇન સ્નેચરોનો આતંક ક્યારે અટકશે
શહેરમાં બાઇક સ્નેચરોનો આતંક વધી રહ્યો છે. રસ્તેથી પસાર થતા રાહદારીઓ પોતાના મોબાઈલ ફોન જોતા હોય કે પછી પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા હોય ત્યારે આવા સ્નેચરો તકનો લાભ લઈને તેઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ રહ્યા છે. આ પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે. પોલીસ આવા કેટલાય આરોપીઓને પકડ્યા છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આવા સ્નેચરો ન માત્ર મોબાઈલ પરંતુ વૃદ્ધ લોકોને નિશાન બનાવી ચેઇન સ્નેચિગની પણ ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે પોલીસ આવા આરોપીઓને પકડીને આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવે તે પણ જરૂરી બન્યું છે.

Exit mobile version