- દ્વારકામાં પેટ્રોલ પંપ લૂંટ કેસનો આરોપી ઇનામી છે
દેવભૂમિના દ્વારકા ઓખા હાઇવે પર લગભગ 24 વર્ષ પૂર્વે એક પેટ્રોલ પંપ લૂંટના ગુનામાં ફરાર ઇનામી આરોપી રીઢા શખસને સ્થાનિક ગુના શોધક શાખાએ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર દબોચી લીઘો હતો જેનો કબજો સંભાળી તેની દ્વારકા પોલીસે પુછપરછ હાથ ધરી છે. ભરથાણા ગામની સીમમાં એક ખેતરમાં 25 વર્ષ પહેલા લેતીદેતીમાં મિત્રએ મિત્રની અસ્ત્રા વડે ગળું કાપી નાખી હત્યા કરી હતી. હત્યાનો ગુનો ઉમરા પોલીસમાં દાખલ થયો હતો. આ હત્યામાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા હત્યારાને ક્રાઇમબ્રાંચે આંધપ્રદેશમાંથી દબોચી લીધો હતો.
પેટ્રોલ પંપ લૂંટના ગુનામાં ફરાર ઇનામી આરોપી ઝડપાયો
દેવૂભૂમિના ગંભીર ગુનામાં વર્ષોથી રાજય તેમજ રાજય બહારના વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે.કે. ગોહિલની રાહબારી હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા વી.એસ.ગળચરના નેતૃત્વમાં પોલીસ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરાઇ હતી.
જે દરમિયાન પોલીસ ટીમએ લગભગ 24 વર્ષ પુર્વે દ્વારકા-ઓખા હાઇવે પર વરવાળા નજીક વી.એમ.બારાઈ પેટ્રોલપંપમાં થયેલ લૂંટના ગુન્હાના કાગળોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી જુદા જુદા જિલ્લામાં ટેકનિકલ સાથે હ્યુમન સોર્સિસથી માહિતી એકત્ર કરી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે માહિતીના આધારે ઉપરોકત લૂંટના પ્રકરણમાં છેલ્લા 24 વર્ષથી નાસતા ફરતા આરોપી રાલીયા ઉર્ફે રાડીયા ઉર્ફે રાકું ગુલીયા આમલીયા (રે.નેગડીયા ગામ તા.જી. જાબવા,મધ્યપ્રદેશ)ને ખંભાળીયા દ્વારકા હાઇવે રોડ પર ગંગા જમના હોટલ પાસેથી દબોચી લીઘો હતો.
ઉક્ત આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા આ ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે મળી ભૂતકાળમાં પેટ્રોલપંપ લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીરના ગુન્હાઓ આચર્યા હોવાની કબૂલાત પણ આપી હતી.જે આરોપીનો કબજો દ્વારકા પોલીસને સુપરત કરાતા પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
10 હજારનો ઇનામદાર આરોપી
ગંભીર ગુન્હાના આરોપીઓ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી પોલીસ પકડથી દૂર હોય, જે આરોપીઓને પકડી પાડવા માટે રાજ્યના ગૃહવિભાગના ઠરાવ અનુસંધાને દેવભૂમિ પોલીસ વડા દ્વારા તા.16 જાન્યુ.થી કુલ 10 નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે આરોપી દીઠ રૂ.10,000નું ઇનામ જાહેર કરવામાં આવેલ છે જે સબબ ઉક્ત આરોપી રૂ.10 હજારના ઇનામદાર તરીકે રહ્યો હતો.
મિત્રએ મિત્રની અસ્ત્રા વડે ગળું કાપી નાખી હત્યા કરી
ભરથાણા ગામની સીમમાં એક ખેતરમાં 25 વર્ષ પહેલા લેતીદેતીમાં મિત્રએ મિત્રની અસ્ત્રા વડે ગળું કાપી નાખી હત્યા કરી હતી. હત્યાનો ગુનો ઉમરા પોલીસમાં દાખલ થયો હતો. આ હત્યામાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા હત્યારાને ક્રાઇમબ્રાંચે આંધપ્રદેશમાંથી દબોચી લીધો હતો. હત્યારાનો ડાબા હાથનો અગુંઠો કપાઇ ગયો હતો. જેના પરથી હત્યારાને ક્રાઇમબ્રાંચે ઓળખ કરી ધરપકડની કાર્યવાહી કરી હતી.
હત્યા કરી લાશને નહેરમાં નાખી ભાગી ગયો
પકડાયેલા હત્યારાનું નામ હાથ કાલીયા ઉદય જૈન(55) છે અને તે હાલમાં આંધ્રપ્રદેશમાં કડિયાકામ કરતો હતો. મિત્રની હત્યા કરી બાદમાં પોલીસના ડરથી વતન જતો ન હતો. વર્ષ 1999માં હત્યારા હાથી કાલીયાએ તેના જ મિત્ર કબીર પુનીયાની પૈસાની લેતીદેતીમાં અસ્ત્રાથી ગળું કાપી હત્યા કરી લાશને નહેરમાં નાખી ભાગી ગયો હતો. 10 વર્ષ પહેલા હત્યારાનો અગુંઠો કપાઇ ગયો હતો. જેને આંધ્રપ્રદેશમાંથી પકડી પાડ્યો હતો.
અન્ય ગુનામાં 15 વર્ષથી ફરાર હત્યારો ઝબ્બે
ઉધનામાં હત્યાના ગુનામાં 15 વર્ષથી નાસતા ફરતા હત્યારાને ક્રાઇમબ્રાંચે પકડી પાડ્યો છે. હત્યારો 10 દિવસ પહેલા દુબઈથી આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી હત્યારો દુબઈમાં મજૂરી કરતો હતો. પકડાયેલા હત્યારાનું નામ બલરામ ઉર્ફે બેન્ગો મોહન શાહુ(33) છે અને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં ખોજાપલ્લીગામમાં રહે છે. વર્ષ 2008માં હત્યારા અને મૃતકનો ઉછીના આપેલા રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં બલરામ અને તેના સાગરિતોએ યુવકની હત્યા કરી હતી.
