સદનસીબે જીવ બચી ગયો:લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત, એક મહિલા પોલીસકર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત

By Abhishek Raghuvanshi
1 Min Read

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે મહિલાઓ અને ચાર પુરુષોનો ઇજાગ્રસ્તોમાં સમાવેશ થયા હોવાના વાવડ મળ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ વાનની ગાડીને અકસ્માતના પગલે પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જેમાં પ્રાથમિક તપાસમાં નારી સંરક્ષણ ગૃહ રાજકોટથી અમદાવાદ હાઈકોર્ટ ખાતે પોલીસ વાન જઈ રહી હતી તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version