- રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા
સરદાર ધામના દક્ષિણ ગુજરાત કાર્યાલયનો અબ્રામા રોડ, મોટાવરાછા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.સરદાર પટેલના વિચારોને કેન્દ્રમાં રાખીને ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’નાં સંકલ્પ સાથે સમસ્ત પાટીદાર સમાજની એકતા માટે કામ કરતું સરદારધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષબિંદુઓમાં કાર્ય કરી રહ્યું છે. કાર્યાલયનું ઉદ્દઘાટન સરદારધામ દક્ષિણ ગુજરાતના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યાલયમાં વિભાગ વાઇઝ અલગ અલગ ઓફિસો, મિટિંગ હોલ, ટ્રસ્ટી ઓફીસ અને ટ્રસ્ટીઓ માટે વિશ્રામ ગૃહ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. સરદારધામ વિચારને વધુ વેગ અને વ્યાપ મળે એ હેતુથી આગામી સમયને ધ્યાનમાં લઈ આ કાર્યાલયમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સરદારધામ સુરત કાર્યાલય શુભારંભ કાર્યક્રમમાં પ્રમુખ ગગજીભાઇ સુતરીયા તેમજ સરદારધામ સાથે સુરતથી જોડાયેલ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો મેયર દક્ષેશ માવાણી સહિત રાજકીય સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
