વિશ્વામિત્રી નદીમાં ટ્રેક્ટર ખાબક્યું:પાદરાના સ્થાનિકોએ બે લોકોને રેસ્ક્યૂ કર્યા, સુરતના વૃદ્ધને મગરે ફાડી ખાધા હોવાની આશંકા, બીજા દિવસે પણ શોધખોળ શરૂ

By Abhishek Raghuvanshi
3 Min Read

પાદરા-કરજણ રોડ પર હુસેપુર પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે કોઝવે પરથી સામે પાર વાડી જતુ ટ્રેક્ટર ગઈકાલે પલટી ગયું હતું. જેમાં ટ્રેક્ટરમાં બેઠેલા ત્રણ લોકો વિશ્વામિત્રી નદીમાં ખાબકતા ડૂબ્યા હતા. આ 3 પૈકી બે લોકોને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા પરંતુ, એકનો હજુ સુધી પત્તો મળ્યો નથી. જેની આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો હોવાથી વૃદ્ધને મગરે ફાડી ખાધા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ આ બનાવના પગલે પાદરા તાલુકા મામલતદાર, તાલુકા પંચાયત, પાદરા પોલીસ સહિતના વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ડૂબેલા વૃદ્ધની શોધખોળ ચાલુ કરી હતી.

બીજા દિવસે પણ ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી.

એક વ્યક્તિ લાપતા મનુભાઈ ખુશાલભાઈ પટેલ (રૂડાણી) (ઉ.60) (રહે. સુરત) લાપતા છે. જ્યારે રાઠોડીયા વજેસંગ જેસંગભાઈ અને પટેલ પ્રવીણભાઈ ખુશાલભાઈને ગામના સ્થાનિક તરવૈયા પરમાર અજયભાઈ અને પરમાર કનુભાઇએ બચાવી લીધા હતા. બંનેને વધુ સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડ્યા હતા.

એક વૃદ્ધ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ટેક્ટર નદીમાં ખાબક્યું
વડોદરા જિલ્લાના પાદરાના હુસેપુર ગામ પાસે વિશ્વામિત્રી નદીના કોઝવે પરથી સામે આવેલી વાડી તરફ 3 લોકો ટ્રેક્ટર લઈને જતા હતા, ત્યારે કોઝવેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી ખાતાં ત્રણેય જણા નદીમાં ડૂબ્યા હતા. આ બનાવ સંદર્ભે નજીકના ગામ લોકોએ ડૂબેલા ત્રણ પૈકી 2 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રીજો વ્યક્તિ નદીના ઊંડાણમાં ટ્રેક્ટર સહિત ગરકાવ થતાં તેની શોધખોળ આરંભાઇ હતી. જોકે તેનો કોઈ પત્તો મળ્યો ન હતો.

- Advertisement -
પાદરાના સ્થાનિકોએ બે લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.

બીજા દિવસે પણ શોધખોળ યથાવત આ બનાવને પગલે પાદરા વહીવટીતંત્ર સહિત પોલીસ તેમજ ફાયર બ્રિગેડ લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ ઇસમનો પત્તો મળ્યો ન હતો. નદીમાં મગર વધુ હોઇ લાપતા ઇસમની શોધખોળ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે.

સ્થાનિક કનુભાઈ.

એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ ગયો
હુસેપુરના સ્થાનિક કનુભાઈએ જણાવ્યું હતું કે, હુસેપુરની સામે કિનારે એક કાઠિયાવાડી ફાર્મ આવેલુ છે. ત્યાં એક મહેમાન આવ્યા હતા. તેમને ટ્રેકટર લઈને મુકવા જઈ રહ્યા હતા, તે સમયે નદીના નાળા પર પાણી વધારે હતું, છતાં તેઓ ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. જોકે, ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટરમાં 3 વ્યક્તિ હતા. ડ્રાઇવર તરીને બહાર નીકળી ગયો હતો. બીજા એક વ્યક્તિને અમે બચાવી લીધો છે. પણ મહેમાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Exit mobile version