વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું:ભારતના કાંઠે વાવાઝોડું ટકરાશે એવી શક્યતા ઓછી, ચોમાસાનો માર્ગ મોકળો: નિષ્ણાતો

By Abhishek Raghuvanshi
1 Min Read
  • બિપોરજૉય (આફત) વાવાઝોડું પોરબંદરથી 1,060 કિમી દૂર, 48 કલાકમાં તીવ્રતામાં વધારો થયો
  • 6 દિવસથી સ્થિર ચોમાસું 9મીએ કેરળ પહોંચી જશે એવી સંભાવના
  • 9-10 જૂને સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘બિપોરજૉય’ એટલે કે આફત વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું છે. સાથે જ સમુદ્રમાં જ્યાં વાવાઝોડું ઉદ્ભવ્યું હતું, તેની દક્ષિણે અટકેલા ચોમાસા માટે માર્ગ મોકળો કરતું ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 9 જૂને ચોમાસું કેરળ પહોંચી શકે છે.

કેરળમાં વરસાદી વાદળો ઘેરાયા
જો કે, ચોમાસું 8 દિવસ મોડું છે, પરંતુ હવે તેની ગતિ વધી શકે છે. કેરળને સમાંતર જે સ્થળોએથી વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે, ત્યાં વાદળો ઘેરાઈ ગયાં છે. આ માટે બુધવારે કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારે પણ વરસાદની શક્યતા છે. તેને પગલે ચોમાસાની પૂર્વીય રેખા આગામી 24 કલાકમાં પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી શકે છે.

Exit mobile version