વાંદરાનો આંતક નિયત્રંણમાં લેવા દાદ માગવામાં આવી ​​​​​​​:સરસપુરમાં વાંદરાએ 17 વ્યક્તિને બચકાં ભરતાં હાઈકોર્ટમાં પિટિશન

By Abhishek Raghuvanshi
2 Min Read
  • વન વિભાગને ફરિયાદો કરવા છતાં ઉકેલ નહીં આવતાં સ્થાનિકો કોર્ટમાં પહોંચ્યા
  • પિટિશનમાં રજૂઆત, વૃદ્ધો અને બાળકો તો ઘરની બહાર નીકળતાં પણ ડરે છે

સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિને લાફા મારી બચકાં ભરી લીધાની ઘટના બની છે. આ અંગે સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશન અને વનવિભાગને જાણ કરી હતી તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, વાંદરો રોજે બેથી ત્રણ વ્યક્તિને કરડે છે. વૃદ્ધો અને બાળકો તો ઘરની બહાર પણ નીકળતા ડરે છે. આ અંગે આવતા સપ્તાહે હાથ ધરાશે.

સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશન અને વનવિભાગને જાણ કરી
સરસપુરના રહીશોએ કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાનો આતંક વધી ગયો છે. અત્યાર સુધીમાં 16થી 17 વ્યક્તિને વાંદરો કરડયો છે. તેમાં 6થી 7 નાના બાળકો અને 10 વૃદ્ધનો સમાવેશ થાય છે. એકલા ફરતા વ્યકિત પર વાંદરો હુમલો કરીને બચકાં ભરે છે જેના લીધે એક વૃદ્ધને બે વખત વાંદરો કરડયો તેમને 10થી 12 ટાંકા લેવા પડયા છે.

વૃદ્ધને બે વખત વાંદરો કરડયો તેમને 10થી 12 ટાંકા લેવા પડયા
​​​​​​​
આ વિસ્તારમાં એકલા જતા કોઇ પણ વ્યક્તિને ડર લાગી રહ્યો છે. ભોંયરાવાળા મહાદેવના ડહેલા નજીક રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનેક મહિલાઓ પર પણ હુમલો કરીને વાંદરો લાફા મારીને જતો રહે છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશન અને વન વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી. જો સત્તાધીશો દ્વારા વાંદરાને પકડવામાં નહી આવે તો અનેક લોકોને કરડી શકે છે.

સ્કૂલે જતાં 6 બાળકને વાંદરાએ લાફો મારી બચકાં ભરી લીધાં
વહેલી સવારે સ્કૂલે જતા બાળકો મોટાભાગે એકલા હોય છે. તે સમયે વાંદરો અચાનક ક્યાંકથી બાળકોને લાફા મારે છે અને અત્યાર સુધીમાં 6 બાળકોને બચકાં ભરી લીધા છે તેમના શરીરમાંથી માંસનો લોચો ખેંચી ન લે ત્યાં સુધી તેમને મારે છે. આ વિસ્તારમાં વાંદરાનો આંતક ઝડપથી નિયત્રંણમાં લેવા દાદ માગવામાં આવી છે.

- Advertisement -
Exit mobile version