લાશ્કરે ભારે જહેમતે લાશ બહાર કાઢી:વેલુગામ તળાવમાં ભાજી તોડવા ગયેલું દંપતી ડૂબી ગયું

By Abhishek Raghuvanshi
1 Min Read

દાનહના સુરંગી ગામમાં રહેતા પતિ પત્ની વેલુગામ તળાવમાં ભાજી તોડવા ગયા હતાં જ્યા ઊંડા પાણીમાં બન્ને જણા ડૂબી જતા મોત નીપજવાની ઘટના સામે આવી છે.ફાયર વિભાગની ટીમે 4 કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી હતી.

દાનહના સુરંગી ગામે રહેતા કરણ અર્જુન નાગી ઉ.વ.32 અને એમની પત્ની નિર્મલા અર્જુન નાગી ઉ.વ.29 જેઓ વેલુગામ એક કંપની સામે આવેલા તળાવમાં ભાજી તોડવા ઉતર્યા હતા જ્યાં તેઓને પાણીનો અંદાજ ન આવતા તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ દંપતીને પાણીમાં ડૂબતા જોતા આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો હતો. જેથી પોલીસ અને ફાયર વિભાગને ફોન કરી જાણ કરાતા ફાયરની ટીમ પહોંચી 4 કલાકની જહેમત બાદ બન્નેની લાશ તળાવમાંથી શોધી કાઢી હતી. બન્નેની લાશને પીએમ માટે ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલમાં પીએમ માટે મોકલી હતી.

Exit mobile version