રેલવે વિભાગનો મેગા બ્લોક:સુરતના સચિન અને મરોલી વચ્ચે બે દિવસનો મેગા બ્લોક, લાંબા અંતરની 12 ટ્રેનો મોડી દોડશે

By Abhishek Raghuvanshi
2 Min Read

સુરતના સચિન-મરોલી રેલવે સ્ટેશન વચ્ચે બે દિવસમાં અલગ-અલગ સમયે બ્લોક હોવાથી પશ્ચિમ એક્સપ્રેસ સહિતની ટ્રેન મોડી પડશે. જેમાં તારીખ 6 જૂનના રોજ લાંબા અંતરની અનેક ટ્રેનના વ્યવહાર પર અસર થવાની સંભાવના છે. જ્યારે 7મી જૂનના રોજ જે ટ્રેન મોડી પડશે, તેમાં ટ્રેન નંબર ટ્રેન નંબર 12216 બાંદ્રા-દિલ્હી સરાય રોહિલા ગરીબરથ એક્સપ્રેસ 15 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22949 બાંદ્રા- દિલ્લી સરાય રોહિલા સુપરફાસ્ટ એક્સપ્રેસ 15 મિનિટ મોડી પડશે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 જૂનના રોજ અપ લાઈન પર બપોરે 12.00થી 16.00 વાગ્યા દરમિયાન તેમજ ડાઉન લાઈન પર બપોરે 13.00થી 15.30 વાગ્યા દરમિયાન બ્લોક રહેશે. 7મી જૂનના રોજ સવારે 10.20 વાગ્યાથી બપોરે 14.50 વાગ્યા દરમિયાન બ્લોક લેવામાં આવશે.

6 જૂને લાંબા અંતરની આ ટ્રેનો મોડી દોડશે

  • ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 2 કલાક મોડી પડશે.
  • ટ્રેન નંબર 04126, બાંદ્રા-સુબેદારગંજ સ્પેશિયલ એક્સપ્રેસ 1 ક્લાક મોડી આવશે.
  • ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ લેટ દોડશે.
  • ટ્રેન નંબર 09061 મુંબઈ-બીની એક્સપ્રેસ 1 ક્લાક મોડી પડશે ટ્રેન નંબર 12216 બાંદ્રા-દિલ્હી સરાય રોહિલા ગરીબરથ 50 મિનિટ મોડી આવશે.
  • ટ્રેન નંબર 12925 મુંબઈ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 50 મિનિટ મોડી પડશે.
  • ટ્રેન નંબર 12217 કોયુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ 1 ક્લાક મોડી દોડશે.
  • ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 ક્લાક મોડી આવશે.
  • ટ્રેન નંબર 12965 બાંદ્રા- ભુજ એસ્પ્રેસ 50 મિનિટ મોડી પડશે ટ્રેન નંબર 12480 બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે.
  • ટ્રેન નંબર 14708 દાદર-બિકાનેર એક્સપ્રેસ 40 મિનિટ મોડી આવશે.
  • ટ્રેન નંબર 12263 પુણે-હજરત નિઝામુદ્દીન દુરંતો 40 મિનિટ મોડી પડશે.
Exit mobile version