- ભાજપની ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોનની ઉધનામાં બેઠક મળી
- મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં હોય કાર્યક્રમોની વણઝાર
મોદી સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થવા અંગે ભાજપ દ્વારા 30મી મેથી 30 જૂન સુધી લોક સંપર્ક, લોકસભા વિસ્તારોમાં જાહેર સભાઓ સહિતના ઘણાં કાર્યક્રમો યોજાવાના છે. તે અંગેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પક્ષ દ્વારા બેઠકનો દૌર પણ સાથે હાથ ધરાયો છે. રવિવારે દક્ષિણ ઝોન અંગેની બેઠક ભાજપ ઉધના કાર્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં લોકસભા વિસ્તારોમાં જાહેર સભા યોજાશે. કેન્દ્રથી વક્તા આવનાર છે.દક્ષિણ ઝોનની બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
તેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા ખાસ હાજર રહ્યાં હતાં, સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મંત્રી પ્રફૂલ પાનસેરિયા, મંત્રી મુકેશ પટેલ, પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલી બોઘાવાલા, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ હાજર રહ્યાં હતાં.મોદી સરકારને 9 વર્ષ થનાર છે અને 2024માં લોકસભા ચૂંટણી છે.
30મેથી 30 જૂન સુધી 1 મહિનો કાર્યક્રમોની ભરમાર રહેશે. તેમાં, ઘર-ઘર સુધી લોકસંપર્ક, 21 જૂન યોગ દિવસ, દરેક લોકસભા વિસ્તારોમાં જાહેર સભાઓ કરાશે. દક્ષિણ ઝોનની બેઠકમાં ગોરધનભાઇ ઝડફિયાએ લોકસભા દીઠ જાહેરસભાઓ કરવા માટે તમામ તરફી તૈયારીઓ આરંભી દેવા જણાવ્યું હતું.
