મેચ જોવા જાવ ત્યારે પાર્કિંગની ચિંતા ન કરતા:સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ, અડધાથી અઢી કિલોમીટર સુધી 15,000 ટુ-વ્હીલર, 7 હજારથી વધુ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે

By Abhishek Raghuvanshi
5 Min Read

ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ એવા વર્લ્ડ કપ 2023ની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. વર્લ્ડ કપની મેચો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવાના છે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે. જો તમે પણ પોતાનું વાહન લઇને મેચ જોવા જવાના હોવ તો તમારું વાહન ક્યાં પાર્ક કરવું, વાહનના પાર્કિંગ પ્લોટમાં કેવી રીતે પહોંચવું આ સહિતના તમારા અનેક સવાલોના જવાબ તમને દિવ્ય ભાસ્કર એપ પર જોવા મળશે.

દર્શકોનાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરાઇ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અને તેમાં પણ ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડ કપની વાત હોય અને પાછું જે દેશ ક્રિકેટને ધર્મ માનતો હોય તે દેશમાં મેચ હોય ત્યારે સ્ટેડિયમની એક પણ સીટ કેવી રીતે ખાલી મળે. મેચના દિવસે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાઉસફુલ હશે. તથા મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન સાથે પણ મેચ જોવા પહોંચશે. ત્યારે આ દર્શકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ
મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. મોટેરા જનપથ ટીથી લઇ વિસત સર્કલ સુધીમાં ચાર જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઓએનજીસી સર્કલથી ખોડિયાર ટી સુધીમાં ચાર જેટલા પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેડિયમથી સૌથી નજીકનો પાર્કિંગ પ્લોટ સ્ટેડિયમની સામે ગેટ નંબર-1 પાસે સંગાથ IPL ગ્રાઉન્ડ અને ભરવાડ પ્લોટ છે.

- Advertisement -

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ પાર્કિંગનું સ્થાન

ક્રમપાર્કિંગ નામપાર્કિંગનું સરનામુંમાલિકઅંતરક્ષમતાનકશા પર સ્થાન
1પાર્કિંગ-1 (ટુ-વ્હીલર)મોટેરા મેઈન ગેટની સામેખાનગી300 મીટર700023.0949172.59381
2પાર્કિંગ-2 (ટુ-વ્હીલર)સંગાથ IPL પ્લોટ ગેટ નંબર-1ની નજીકખાનગી400 મીટર150023.095546172.5944994
3પાર્કિંગ-3 (ટુ-વ્હીલર)AMCની બાજુમાં, ભરવાડ પ્લોટખાનગી400 મીટર200023.095067172.5937386
4પાર્કિંગ-4 (ફોર-વ્હીલર)અગ્રવાલ પ્લોટખાનગી800 મીટર50023.094244272.5925429
5પાર્કિંગ-5 (ફોર-વ્હીલર)લક્ષ્મી નર્સરી, ગણેશ હાઉસિંગ પ્લોટખાનગી800 મીટર40023.0941272.58988
6પાર્કિંગ-6 (ફોર વ્હીલર)સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડખાનગી950 મીટર250023.094244272.5925429
7પાર્કિંગ-7 (ફોર વ્હીલર)PWD પ્લોટ, સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડની સામેખાનગી950 મીટર200023.094692672.5894154
8પાર્કિંગ-8 (ટુ-વ્હીલર/ફોર વ્હીલર)રેલવે કોલોની પ્લે ગ્રાઉન્ડ, મોટેરારેલવે2.0 કિમી2000200023.095776472.5834636
9પાર્કિંગ-12 (ફોર વ્હીલર)વિશ્વકર્મા સર્કલથી મોટેરા રોડ- પ્લોટ નં-2AMC1.5 કિમી5023.105234672.5979304
10પાર્કિંગ-12 (ફોર વ્હીલર)AMC- વિહાન હાઇટ્સ નજીકAMC1 કિમી100
11પાર્કિંગ-14 (ફોર વ્હીલર)ખોડિયાર ટી ક્રોસ રોડની સામેખાનગી2.5 કિમી200
12પાર્કિંગ-17 (ફોર વ્હીલર)ખોડિયાર ટી ક્રોસ રોડની બાજુમાંખાનગી2.5 કિમી500
13પાર્કિંગ-16 (ફોર વ્હીલર)નરનારાયણ પાર્ટી પ્લોટખાનગી2.5 કિમી40023.1097472.60397
14પાર્કિંગ-19 (ફોર વ્હીલર)સ્ટેડિયમની અંદર- નદી બાજુનો ભાગસ્ટેડિયમ0 કિમી60023.0897272.59919
15પાર્કિંગ-20 (ફોર વ્હીલર)સ્ટેડિયમની અંદર- VIP પાર્કિંગસ્ટેડિયમ0 કિમી50023.0897172.59866
કુલ150007250

15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 15 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટુ-વ્હીલર માટે, એક પ્લોટ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 11 પ્લોટ ફોર વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.

Exit mobile version