મિત્રને બાઇક આપવાનું ભારે પડયું:મિત્ર પાસે બાઇક માંગી ફોન સ્નેચ કર્યો સ્લીપ થતાં ટોળાએ બાઇક સળગાવી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • નવાગામના યુવકને મિત્રને બાઇક આપવાનું ભારે પડયું
  • મોબાઇલ લૂંટમાં 2 સામે ગુનો, બાઇક સળગાવનાર 4 પકડાયા

ખટોદરા રાયકા સર્કલ પાસે વહેલી સવારે બે ચોરો કારીગરનો મોબાઇલ સ્નેચીંગ કરી બાઇક પર ભાગ્યા હતા. રસ્તામાં બાઇક સ્લીપ થતા બન્ને બાઇક મુકી ભાગી ગયા હતા. આથી કારીગરના મિત્રોએ ચોરોનું બાઇક સળગાવી દીધું હતું. બાઇક સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે સુરજ સંતોષ જૈના, રમેશ, બાબુ કુમાર શાહુ અને રંજન ક્રિષ્ના રાઉતની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી ઓરિસ્સા અને એક રાજસ્થાનનો છે. પોલીસે બાઇકના નંબર આધારે નવાગામ ડિંડોલી જલારામ નગરમાં રહેતા શુભમગીરી ગૌસ્વામીના ઘરે પહોંચી હતી.

શુભમગીરીએ પોલીસ ને જણાવ્યું કે 26મી તારીખે તે મિત્રો સાથે બાઇક પર દર્શન કરી ઘરે આવતા હતા તે સમયે મિત્ર શિવમ ઠાકુર બાઇક ચલાવવા માંગી હતી. આથી શુભમગીરીએ બાઇક આપતા મિત્રએ પોતે ચલાવવાને બદલે અન્ય એક મિત્રને ચલાવવા આપી પોતે પાછળ બેસી ગયો હતો. પછી શિવમ ઠાકુરે તેના એક મિત્ર સાથે બાઇક રાયકા સર્કલ પાસે કારીગરનો મોબાઇલ સ્નેચીંગ કર્યો હતો. બન્ને ચોરો ભાગવા જતા બાઇક સ્લીપ થયું હતું. જેથી ટોળા પકડવા દોડતા બન્ને બાઇક મુકી ભાગી ગયા હતા. ટોળાએ બાઇકને આંગ ચાંપી દીધી હતી.

બાઇક લઈ મિત્ર ઘરે નહિ આવતા શુભમગીરીએ કોલ કર્યો હતો. જેમાં શિવમ ઠાકુરે કહ્યું કે બાઇક સ્લીપ મારી ગઈ અને મને ઈજા થઈ છે, બાઇક ત્યાં પડેલુ છે એવું જૂઠાણું ચલાવ્યું હતું. જ્યારે પોલીસનો રેલો આવતા શિવમ ઠાકુરે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો છે. હાલમાં શિવમ ઠાકુર અને તેનો એક મિત્ર ફરાર છે જેને પોલીસ શોધી રહી છે.

Exit mobile version