મન્ડે પોઝિટિવ:સુરતના વિદ્યાર્થીએ હૃદયનું આરોગ્ય જણાવતું ફક્ત પાંચ સેમીનું ઇસીજી ડિવાઈસ બનાવ્યું

By Abhishek Raghuvanshi
3 Min Read

સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)ના વિદ્યાર્થીઓએ એક એવું ઉપકરણ વિકસાવ્યું છે. જે હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર વિશે વહેલી ચેતવણી આપી શકે છે. આ ઉપકરણ પલ્સ રેટને ચોક્કસ રીતે મોનિટર કરી શકે છે અને જ્યારે હૃદય પર દબાણ આવે છે ત્યારે તરત જ જણાવશે. તે એક પ્રકારનું ઈસીજી મશીન છે જેને વ્યક્તિ પહેરી શકે છે. તેને વિયરેેબલ ઈસીજી ડિવાઈસ નામ અપાયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેની કિંમત પાંચ હજારથી ઓછી છે.

ફક્ત પાંચથી થી છ સે.મી.નું આ ઉપકરણ ઈસીજીના તમામ અવાજને દૂર કરે છે અને માત્ર પલ્સ રેટનું નિરીક્ષણ કરે છે. જેના કારણે તેનું પરિણામ એકદમ સચોટ આવે છે. આ સાથે શરીરના કોઈપણ ભાગ પર પહેરી શકાય છે અને હૃદયનો રિયલ ટાઈમ ડેટા મોબાઈલ પર જોઈ શકાય છે. SVNIT ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલા આ ઉપકરણની કિંમત રૂ. પાંચ હજારથી પણ ઓછી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ડિવાઈસ એથ્લેટ્સ, હાર્ટ પેશન્ટ અને વૃદ્ધો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ ઉપકરણનો 98% ડેટા ચોક્કસ હોય છે.

અમેરિકન હાર્ટ એસોસિએશનના માપદંડો પ્રમાણે આ ઉપકરણ કેટલો ચોક્કસ ડેટા આપે છે

ઇસીજી ડિવાઇસનુંઅમેરિકન હાર્ટSVNITના
ફંક્શનએસો.ના માપદંડડિવાઇસ ફંક્શન
નમૂનાનું આવર્તન120 Hz360Hz
લીડ1-121
ઇનપુટ અવાજ<20 µV14µV
સિસ્ટમનો અવાજ<50µV22µV
લઘુતમ આવર્તન0.05Hz-0.5Hz0.5Hz
મહત્તમ આવર્તન40 Hz-100KHz45Hz
બેટરી લાઇફ1-2 દિવસ43 દિવસ

દેશમાં 31 ટકાથી વધુ મૃત્યુ કાર્ડિયો વાસ્ક્યુલર રોગના કારણે થાય છે

- Advertisement -

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે ભારતમાં 31% મૃત્યુ કાર્ડિયો વાસ્ક્યુલર રોગોના કારણે થાય છે. જો હૃદયના કામમાં અનિયમિતતા પહેલેથી શોધી કઢાય તો આ પ્રકારના મૃત્યુનું જોખમ ઘટાડી શકાય. આ માટે રિયલ ટાઈમ ઈસીજીનું મોનિટરિંગ જરૂરી છે અને તે પહેરી શકાય તેવા કે પોર્ટેબલ ઉપકરણથી શક્ય છે. જોકે બજારમાં મળતા ડિવાઈસની ચોક્સાઈ ઓછી હોય છે, જેનું મુખ્ય કારણ અવાજ છે.

મિની ઈસીજી બીજા અત્યાધુનિક ઉપકરણોથી કેવી રીતે અલગ છે
રોજિંદા કામમાં આપણા શરીરમાં જે હલનચલન થાય છે, તે ઈસીજી અવાજની જેમ શોધે છે. હાલ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના ડિવાઈસ સારી સિગ્નલ ગુણવત્તા, ઓછો અવાજ, ચોકસાઈ, કોમ્પેક્ટ ડિઝાઇન અને લાંબી બેટરી આપતા નથી. જ્યારે સુરતના વિદ્યાર્થીઓનું ઉપકરણ અવાજ દૂર કરવાની ચોક્કસ ડેટા પણ આપે છે.

આ ઈસીજી ડિવાઈસની બેટરી લાઈફ પણ 43 દિવસની હોય છે
ક્લિનિકલ ઈસીજી મશીનમાં દર્દીને સ્થિર રખાય છે. હોસ્પિટલોમાં ઉપલબ્ધ ક્લિનિકલ ઇસીજી હૃદયની અનિયમિતતા રિયલ ટાઈમ જણાવી શકતું નથી. આ ઉપરાંત તેમાં મોટા સોફ્ટવેર અને મોટા મશીનની પણ જરૂર પડે છે, પરંતુ આ પહેરી શકાય તેવું ઈસીજી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તેની બેટરી લાઈફ પણ 43 દિવસની હોય છે.

અમે આ ઉપકરણ પ્રોફેસર આનંદ દરજીના માર્ગદર્શન હેઠળ બનાવ્યું છે. આ ઉપકરણ અમેરિકન હાર્ટ એસોસિએશનની માર્ગદર્શિકા અને પરિમાણોને પૂર્ણ કરે છે. અમે આ ઉપકરણને વેચાણ માટે મુક્યું છે. કોઈપણ કંપની આવીને આ ઉપકરણ ખરીદી શકે છે. આ ઉપકરણ હૃદય રોગીઓ, વૃદ્ધો અને રમતવીરો માટે ફાયદાકારક રહેશે. > પ્રિયંકકુમાર પ્રજાપતિ, વિદ્યાર્થી, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિભાગ, એસવીએનઆઈટી.

Exit mobile version