- સિંચાઇ વિભાગે મચ્છુ 2 ડેમ ખાલી કરવા મંજૂરી માંગી
- ડેમની ક્ષમતા 3100 MCFT, હાલ જથ્થો 1530 છે
મોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ 2 ડેમ મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો એક માત્ર સ્રોત છે તો સિંચાઇ માટે પણ સૌથી મોટો ડેમ છે.આ ડેમમાં 3100 એમસીએફ્ટીથી વધુ પાણીની ક્ષમતા ધરાવતા આ ડેમમાં હાલ 1530 એમસીએફટી જથ્થો સંગ્રહાયેલો છે. આ પાણી મોરબી શહેરની 5 મહિનાની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો છે. જોકે ગયા મહિનામાં સિંચાઈ વિભાગની ટીમ દ્વારા ડેમનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
આ પાણી મોરબી શહેરની 5 મહિનાની જરૂરિયાત પૂરી કરી શકે
મોરબીની શાન ગણાતા મચ્છુ-2 ડેમમાં જૂના 18 અને નવા 20 મળીને કુલ 38 દરવાજા છે. જેમાં ડેમના કુલ 38 દરવાજા હતા જેમાંથી 5 દરવાજા બદલવા પડે તેવી સ્થિતિમાં જણાઇ રહ્યા તો બાકીના દરવાજા મજબૂત કરવા પડે તેમ છે. અને તેના માટે ડેમ ખાલી કરવો પડે તેમ છે. હાલમાં ડેમમાં 50% જળ સંગ્રહ છે.
5 દરવાજા બદલવા પડે તેવી સ્થિતિ
ડેમનું હાલનું પાણી રાજકોટના આજી અથવા જામનગર જિલ્લામાં છોડવામાં આવી શકે છે અને જો આ નિર્ણય લેવાય તો મોરબી શહેરની પીવાના પાણીની જરૂરિયાત કઇ રીતે પૂરી થઇ શકે તે વિકલ્પની વ્યવસ્થા પણ વિચારાઇ હતી. આ ડેમ ખાલી કરવાનો હોય અને હાલ બીજો કોઈ સ્રોત ન હોવાથી મોરબી ઉપર ભરઉનાળે જળસંકટ તોળાય.
