નિવૃત્તિના લાભ બે વર્ષ સુધી અટકાવી રખાશે:હાટકેશ્વર બ્રિજમાં તપાસ છતાં ઈજનેરનું VRS મંજૂર કરાયું

By Abhishek Raghuvanshi
1 Min Read
  • બ્રિજના એન્જિનિયર સામે ખાતાકીય તપાસ ચાલે છે

હાટકેશ્વર બ્રિજ કૌભાંડના આઠમાંથી ચાર ઇજનેરને સસ્પેન્ડ કરી ચાર સામે ખાતાકીય તપાસ ચાલતી હોવા છતાં મ્યુનિ.એ એન્જિનિયર પરેશ પટેલની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરી છે. નિવૃત્તિના લાભ બે વર્ષ અટકાવાશે. ત્યારબાદ એક લાખની રકમ અટકાવીને બાકીની રકમ પરત કરી દેવાશે. આ ઉપરાંત મ્યુનિસિપલ સિલકેશન કમિટીમાં ત્રણ આસિસ્ટન્ટ કમિશનર સામે વિજિલન્સ તપાસ બાદ કાયમી નિમણૂકનો નિર્ણય લેવાયો છે.

ઇજનેરોના પ્રોબેશન પિરિયડ પૂરો થતાં કાયમી ધોરણે નિમણૂક અપાઇ
વર્તમાન મ્યુનિ.હોદ્દેદારોનો હોદ્દા છોડવાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે જ અચાનક જ સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક યોજી હતી અને તેમાં ત્રણ એડિશનલ ઇજનેરોના પ્રોબેશન પિરિયડ પૂરો થતાં કાયમી ધોરણે નિમણૂક અપાઇ હતી. જ્યારે ત્રણ એડિશનલ ઇજનેરની જગ્યા ઉપર ત્રણ ડેપ્યુટી સિટી ઇજનેરોને બઢતી આપવાનો નિર્ણય લેવાયો હતો.

મ્યુનિ.ના 3 આસિસ્ટન્ટ કમિશનર સામે જુદા જુદા કારણોસર તપાસ યોજાઇ ​​​​​​​
​​​​​​​
મ્યુનિ.ના 3 આસિસ્ટન્ટ કમિશનર સામે જુદા જુદા કારણોસર તપાસ યોજાઇ હતી. જેમાં પ્રિથાબેન નામનાં અધિકારી સામેની તપાસમાં કોઇ ખોટુ નહીં જણાંતા તેમને કાયમી નિમણૂક આપી દેવાઇ હતી. નરેન્દ્ર ગમારા નામનાં આસી.કમિશનર સામે જાતિનું ખોટુ સર્ટિફિકેટ રજૂ કર્યાની ફરિયાદની તપાસ હજી ચાલી રહી છે અને આસિસ્ટન્ટ કમિશનર પ્રયાગ લાંગળિયા સામે સ્વાઇપ મશીન ખરીદીમાં ગરબડ બદલ તપાસ ચાલી રહી છે.

Exit mobile version