નવી ફ્લાઈટ શરૂ થશે:સમર શિડ્યુલમાં ગોવા, હૈદરાબાદ સહિત 16 નવી ફ્લાઈટ શરૂ થશે, ફ્લાઈટની સંખ્યા વધીને 300ને પાર કરી જશે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • પેસેન્જર ટ્રાફિક 40 હજાર થવા અંદાજ, અમદાવાદ-ભુજ વચ્ચે ડેઈલી ફ્લાઈટ

ભાવિન પટેલ માર્ચથી શરૂ થતાં ઉનાળુ વેકેશનમાં ટૂરિસ્ટોની સંખ્યા બમણી થવાનો અંદાજ હોવાથી સમર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી વિવિધ ડોમેસ્ટિક એરલાઇન 16 નવી ફલાઈટ ઓપેરટ કરશે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર હાલમાં પ્રતિદિન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી ફ્લાઈટની સંખ્યા 267થી વધીને 300ને પાર થઇ જશે. પ્રતિદિન પેસેન્જર ટ્રાફિક 40 હજારને વટાવી જશે. 12 ફેબ્રુઆરીએ એક દિવસમાં ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક 37,696ને પાર કરી ગયો હતો.

સમર શિડ્યુલમાં 1 માર્ચથી ગો ફર્સ્ટ ગોવા, અકાશા 15 માર્ચથી ગોવા, હૈદરાબાદ, તેમજ 26 માર્ચથી સ્પાઇસ જેટ બાગડોગરા રૂટ પર ફલાઇટો શરૂ કરશે. તમામ એરલાઇને બુકિંગ શરૂ કરી દીધું છે. સ્ટાર એર અમદાવાદ ભુજ ડેઇલી કરી દેવાશે હાલમાં વીકમાં મંગળવાર સિવાય તમામ દિવસો ઓપરેટ કરે છે. જ્યારે ગો ફર્સ્ટે 15 માર્ચથી ચેન્નઇની ફલાઇટની જાહેરાત કર્યા બાદ કોઇ કારણોસર વિડ્રો કરી છે.

આ રૂટ પર નવી ફ્લાઈટ શરૂ થશે

તારીખસેક્ટરસમય
અકાશા
15 માર્ચઅમદાવાદ -હૈદરાબાદ6.50 (ડેઇલી)
15 માર્ચઅમદાવાદ-હૈદરાબાદ8.35 (ફક્ત બુધવાર)
16 માર્ચઅમદાવાદ-ગોવા11.20 (બુધવાર સિવાય)
16 માર્ચઅમદાવાદ-ગોવા4.10 (ફક્ત બુધવારે)
16 માર્ચઅમદાવાદ-હૈદરાબાદ8.25 (બુધવાર સિવાય)
ગો ફર્સ્ટ
15 માર્ચઅમદાવાદ-ગોવા5.45 (ડેઇલી)
સ્પાઇસ જેટ
26 માર્ચઅમદાવાદ-બાગડોગરા10.00 (ડેઇલી)

​​​​​​ગોવાનું વનવે ભાડું 6 હજાર થઈ શકે છે

- Advertisement -

ઉનાળામાં ટુરિસ્ટોની સંખ્યા બમણી થઈ શકે છે. મોટાભાગની ફલાઇટોમાં પેસેન્જર લોડ ફેક્ટર 80 ટકા રહેશે. ગોવા, બાગડોગરા સહિતના રૂટ પર એરલાઇન સામાન્ય દિવસો કરતા વધુ ભાડું વસૂલશે. અમદાવાદથી બાગડોગરાનું વન-વે ભાડું 10 હજાર અને ગોવાનું 6 હજારની આસપાસ રહેશે.

Exit mobile version