દેશની બીજા ક્રમની પ્રદૂષિત નદી બનાવી:સાબરમતી શુદ્ધ કરવા બે વર્ષમાં 77 કરોડ ખર્ચ છતાં રિવરફ્રન્ટના 11.5 કિમી સિવાય નદી પ્રદૂષિત

By Abhishek Raghuvanshi
3 Min Read
  • સેઉદ્યોગોના ઝેરી કચરા, મ્યુનિ.ની બેદરકારીએ સાબરમતીને દેશની બીજા ક્રમની પ્રદૂષિત નદી બનાવી

ન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ સાબરમતી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે અને તેનું પાણી પીવા લાયક નથી. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે અનેક વખત સરકાર અને મ્યુનિ.ની આકરી ઝાટકણી કાઢી છે. મ્યુનિ.એ સાબરમતીના શુદ્ધિકરણ માટે 2020-21માં 56.08 કરોડ અને 2021-22માં 21.14 કરોડ મળી બે વર્ષમાં 77.22 કરોડ ખર્ચ કર્યો છે છતાં નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાઈ નથી.

નદીમાં પ્રદૂષણ માટે સૌથી વધું જવાબદાર ઉદ્યોગો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના 11.5 કિમીના પટ્ટામાં જ સાબરમતીનું શુદ્ધિકરણ થતું હોય તેમ લાગે છે. નદીમાં પ્રદૂષણ માટે સૌથી વધું જવાબદાર ઉદ્યોગો છે. આ ઉદ્યોગો ઝેરી કચરો નદીમાં ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ગટરનું પાણી પણ નદીમાં ઠલવાય છે. સાબરમતી માટે રાયસણ અને વૌઠા પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો નદીના પાણીમાં 6 એમજી-1 બીઓડી લેવલ હોય તો તે ન્હાવા યોગ્ય ગણાય પણ સાબરમતીમાં આ સ્તર 292 એમજી-1 બીઓડી હતું.

દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં રાજ્યની 13 નદીનો સમાવેશ થાય છે

નદીલોકેશનBOD (mg/L)પ્રાયોરિટી
અમલખાડીઅંકલેશ્વર491
ભાદરજેતપુર258.61
ભોગાવોસુરેન્દ્રનગર65
ભૂખી ખાડીવગરા3.95
દમણગંગાચાણોદ, કાંચીગામ5.35
ઢાઢરકોઠાડા331
ખારીલાલી વિલેજ1951
મહીકોરનાથી મુજપુર123
શેઢીખેડા6.24
તાપીનીઝાર3.45
સાબરમતીરાયસણ, વૌઠા2921
મીંઢોળાસચિન282
વિશ્વામિત્રીખાલીપુર381

છ નદીમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ચિંતાજનક
રાજ્યમાં 6 નદી પહેલી પ્રાયોરિટીમાં અને 4 નદી પાંચમી પ્રાયોરિટીમાં છે. બાકીની નદી બીજી, ત્રીજી અને ચોથી પ્રાયોરિટીમાં છે. સાબરમતી, વિશ્વામિત્રી, અમલખાડી, ભાદર, ઢાઢર, ખારી પહેલી પ્રાયોરિટીમાં, મીંઢોળા નદી બીજી પ્રાયોરિટીમાં, મહી નદી ત્રીજી પ્રાયોરિટીમાં, શેઢી નદી ચોથી પ્રાયોરિટીમાં અને ભોગવો, ભૂખી ખાડી, દમણગંગા અને તાપી પાંચમી પ્રાયોરિટીમાં છે.

- Advertisement -

ઓક્સિજનના અભાવે સાબરમતીમાં જીવસૃષ્ટિનો વિકાસ થઇ શકે નહીં

સાબરમતી નદીનું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે હોવાથી પાણીમાં જીવ સૃષ્ટિનો વિકાસ થઇ શકે તેવી શક્યતા નથી. ઉપરાંત પાણીમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ પણ વધારે છે. જો સાબરમતીનું પાણી માણસોના પીવામાં આવે તો પાણીમાં રહેલા ઝેરી તત્ત્વોની નકારાત્મક અસર શરીર પર થશે. નદીમાં પાણીનું બીઓડી લેવલ ઘટાડવા માટે તેમા મિક્સ થતા પાણીના સોર્સ શોધી તેના પર કાર્યવાહી કરવી જોઇએ. – પ્રો. (ડો.) રાકેશ રાવલ, હેડ – લાઇફ સાયન્સ એન્જ ફૂડ સાયન્સ- ન્યુટ્રીશિયન વિભાગ

Exit mobile version