તુર્કીમાં ભયાનક ભૂકંપ બાદ ભારતે સાંત્વના આપી:કચ્છમાં ભૂકંપ બાદ પહેલા પહોંચનારી બચાવ ટીમોમાંથી એક તુર્કિયેની હતી !

By Abhishek Raghuvanshi
3 Min Read
  • તુર્કીમાં ભયાનક ભૂકંપ બાદ ભારતે સાંત્વના આપી મદદની ઓફર પણ કરી
  • 27 સભ્યોની બચાવ ટીમ અને રાહત સામગ્રી મોકલી હતી

તુર્કિયેમાં સોમવારે સવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી 2300થી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તુર્કિય સિવાય સીરિયા, લેબનાન અને ઈઝરાયલમાં પણ તબાહી થઇ છે. હાલ ભારતથી આડા ચાલી પાકિસ્તાનનો અનેક મુદ્દે સાથ આપતા તુર્કિયે કચ્છના ભૂકંપ વખતે તાત્કાલિક સહાય મોકલી હતી. ભારતને એ સહાય યાદ છે.

તેથી જ સોમવારે ભારતે મદદની ઓફર પણ કરી દીધી છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તુર્કીના લોકો સાથે એકજુટ શક્ય છે. અને દરેક મદદ કરવા માટે તૈયાર છે. કચ્છમાં 2001માં ભૂકંપ બાદ અનેક આંતરરાષ્ટ્રીય સમુદાય અને દેશોએ સહાય મોકલી હતી. દુનિયાભરમાંથી વિવિધ મિત્ર દેશોની સાથે પાકિસ્તાન જેવા દેશોએ પણ સહાય મોકલી હતી.

તૂર્કિની ટીમમાં 27 સભ્યો જે બચાવ કામગીરીમાં હતાં
વિદેશની શોધ અને બચાવ ટીમોએ 27 જાન્યુઆરીના રાત્રે 11 વાગ્યે જ કામગીરી શરૂ કરી દીધી હતી. સૌથી પહેલા સ્વિસ સર્ચ અને રેસ્ક્યુ ટીમ હવાઈ માર્ગે આવી હતી. ત્યારબાદ યુકે, રશિયા અને તુર્કીની ટીમ આવી હતી. આ ટીમોએ કચ્છ અને અમદાવાદમાં બહુમાળી બિલ્ડીંગના સ્થળ પર લોકોને બચાવના પ્રયાસો શરૂ કર્યા હતા. તૂર્કિની ટીમમાં 27 સભ્યો હતા જે બચાવ કામગીરીમાં હતાં. સાથે રાહત સામગ્રી પણ મોકલવામાં આવી હતી.

તૂર્કીએ પુનઃનિર્માણના અનુભવોની વહેંચણી કરી
30 સપ્ટેમ્બર 2003ના રોજ જીએસડીએમએ દ્વારા ગાંધીધામ ખાતે ‘ભૂકંપ પુનઃનિર્માણ અનુભવો’ પર આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરાયુ હતું. જેમાં વિવિધ દેશોમાં ભૂકંપ પછીના પુનર્નિર્માણ અંગેના અનુભવો કહેવામાં આવ્યા હતાં. જેમાં અલ્જેરિયા, જાપાન, તાઇવાન,તુર્કી, યુએસએ અને ભારતે તેમના અનુભવો વર્ણવ્યા હતાં. નોંધનીય છે.

- Advertisement -

તૂર્કીમાં 1999માં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો
​​​​​​​કે તૂર્કીમાં 1999માં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 15 હજારથી વધારે લોકોના મોત થયા હતાં. તે ભૂકંપ બાદ કેવી રીતે પૂન: નિર્માણ કરવામાં આવ્યું તેની માહિતી તુર્કીના પ્રતિનિધિઓએ ગાંધીધામના સેમિનારમાં માહિતી આપી હતી.

જી-20માં પણ તુર્કિયે સભ્ય
નોંધનીય છે કે કચ્છના રણમાં 7મી ફેબ્રુઆરીથી જી-20 દેશોની પ્રવાસન અંગેની બેઠક મળવા જઇ રહી છે. આ દેશોના પ્રતિનિધિઅો બુધવારે ભુજ આવી ધોરડો જશે. જી-20 દેશોમાં તુર્કીનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ પ્રતિનિધિ મંડળમાં તુર્કીના સભ્યો પણ હશે.

Exit mobile version