- વિજિલન્સની ઓફિસ પાસેનો વીડિયો વાયરલ
- વીજિલન્સ-પોલીસ દોડી, માફીપત્ર લખાવી છોડ્યા
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો તલવારો સાથેનો વિડિયો વાઇરલ થતાં વીજીલન્સ અને પોલીસ દોડતી થઇ હતી. કાર્યક્રમ માટે મિત્રને આપેલી તલવાર ઘરે લઇ જતા પહેલા ફેકલ્ટીમાં લવાઇ હતી અને અન્ય મિત્રો સામે પ્રદર્શન થતું હતું. ત્યારે કોઇએ વિડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.
આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો તલવારો સાથેનો વિડિયો વાઇરલ
વિદ્યાર્થીઓની પૂછતાછ કરી માફીપત્ર લખાવી છોડી દેવાયા હતા. બુધવારે આર્ટસના ગુંબજ પાસેના દાદર પર 4થી 5 વિદ્યાર્થીઓનો 4 જેટલી તલવારો સાથેનો વિડિયો વાઇરલ થયો હતો. જેના પગલે વીજીલન્સ 2 વિદ્યાર્થીઓને પકડીને હેડ ઓફીસ લાવી હતી. જયાં પૂછતાછ કરતાં તેમણે જણાવ્યું કે તેમના બે મિત્રો તલવાર લઇને આવ્યા હતા.
અન્ય મિત્રોને તલવાર બતાવતા હતા ત્યારે કોઇએ વિડિયો ઉતારી વાઇરલ કર્યો
ત્યારે વીજીલન્સે જે વિદ્યાર્થીઓ તલવાર લઇને આવ્યા તેમને બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટીમાં સી.વી.રામન બિલ્ડિંગના કાર્યક્રમ માટે તલવાર આપી હતી. તે ઘરે લઇ જતા પહેલા આર્ટસમાં ગયા હતા જયાં અન્ય મિત્રોને તલવાર બતાવતા હતા ત્યારે કોઇએ વિડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.
તલવારોનું ખુલ્લુ પ્રદર્શન થવાનો વિડિયો વાયુ વેગે પ્રસર્યો
ઘટનાને પગલે પોલીસ પણ હેડ ઓફીસ દોડી ગાઇ હતી. વીજીલન્સ અને યુનિવર્સિટી સત્તાધીશોએ પૂછપરછ કર્યા બાદ ખાત્રી કરી માફીપત્ર લાખાવી વિદ્યાર્થીઓને છોડ્યા હતા. પોલીસે પણ પૂછપરછ કરી હતી. બે કલાક આ ડ્રામા ચાલ્યો હતો. તલવારોનું ખુલ્લુ પ્રદર્શન થવાનો વિડિયો વાયુ વેગે પ્રસર્યો હતો. વીજીલન્સ ઓફીસ સામે જ તલવારોનું પ્રદર્શન થતાં વિજિલન્સ ઉંઘતું ઝડપાયું હતું.
