ડ્યુટી બજાવી:મેળામાં લોકો STમાં મુસાફરી કરે : SP

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ટ્રાફિકજામ નિવારવા રાત્રિના 1:30 વાગ્યે એસપી, ડિવાયએસપી, એલસીબી પીઆઇએ ડ્યુટી બજાવી
  • પોતાનું બાઇક અથવા ફોરવ્હિલ લાવવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે

મેળાનો પ્રારંભ થતાની સાથે જ મેળાના પ્રથમ દિવસે ભવનાથમાં 1.50 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. પરિણામે રાત્રિના ચક્કાજામ જેવી સ્થિતી સર્જાતા પોલીસે રાત્રિના જ થોડો સમય માટે ભવનાથમાં તમામ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી દીધી હતી.જોકે, ટ્રાફિકજામની સ્થિતી થોડી હળવી થતા ફરી પ્રવેશ અપાયો હતો. દરમિયાન મોડીરાતના 1:30 વાગ્યે એસપી રવિતેજા વાસમ શેટ્ટી, ડિવાયએસપી હિતેષ ધાધલ્યા, એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રાફિક ક્લિયર કરાવવાની ડ્યુટી બજાવતા નજરે પડ્યા હતા.

આ દરમિયાન એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ લોકોને અપીલ કરી હતી કે, મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લોકો પોતાના ટુવ્હિલ, ફોર વ્હિલર મેળાના 2 દિવસ દરમિયાન ન લાવે તે જરૂરી છેે.માલિકીના વાહનના બદલે એસટીમાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાશે.એસટી બસ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી આવે જ છેે.જો ખાનગી વાહનો લઇને આવશો તો પણ પ્રવેશ જિલ્લા પંચાયત સુધી જ છે. પછી તો ચાલીને જ જવાનું છે.

ત્યારે ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જામ થતા ફરી ભરડાવાવ કે અન્ય સ્થળેથી તમામ વાહનોને પ્રવેશબંધી કરવી પડે છે જેથી પબ્લીકને પણ પોલીસને બન્નેને હેરાનગતિ થશે. વળી પાર્કિંગ માટેની પણ સમસ્યા રહેશે. માટે આ સ્થિતી નિવારવા લોકો પોતાના વાહનોને બદલે પબ્લીક ટ્રાન્સપોર્ટ -એસટી બસનો ઉપયોગ વધુ કરે તે જરૂરી છે.

Exit mobile version