
- ઉધનાથી ગોવા અને મેંગલુરુ જનારી અને અમદાવાદ-સુરત રૂટની ટ્રેનો ફૂલ
આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની સાથે-સાથે ગુજરાતના સુરત સહિત વિવિધ શહેરોમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. જોકે, તહેવારને જોતા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની અવર જવર વધી છે.
દરમિયાન પશ્ચિમ રેલવેએ ઉધનાથી મેંગલુરુ ગોવા મડગાંવ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, તે ટ્રેનનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે અને આગામી 15 સપ્ટેમ્બરથી આ ટ્રેનો ફૂલ થઈ જનારી છે. ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટ્રેનોમાં 300 પાર વેઇટિંગ જઈ રહ્યું છે.
અમદાવાદ અને વડોદરા થઈને સુરત જનારી ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે. પરંતુ એમાં પગ મૂકવા માટેની જગ્યા નથી અને તેમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. જ્યારે રેગ્યુલર ટ્રેનોમાં યશંવતપુર સુવિધા એક્સપ્રેસ કે ડાયનેમિક ભાડા પર ચાલે છે, તે પણ ફૂલ થઈને ચાલી રહી છે.
