ઝાકળ બરફ બની:રાજ્યના 14 શહેરમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન, હજુ બે દિવસ કૉલ્ડવેવ રહેશે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • દક્ષિણ ગુજરાતમાં ઝાકળ બરફ બની, આબુ માઇનસ 6 ડિગ્રી
  • નલિયા બે ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુગાર

ગુજરાતભરમાં સોમવારે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યના 14 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડર નજીકના વિસ્તારોમાં ઝાકળબિંદુ બરફ બની જતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. નંદુરબારના સાતપુડા પર્વતના અક્કલકુવા તાલુકામાં હોલડાબ, વાલંબા ગામમાં બે દિવસથી વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા જ ઝાકળ બરફમાં ફેરવાઈ જતાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. આવું વાતાવરણના કારણે અક્કલકુવા, ધડગાવ તાલુકાના ટોટલ 40થી50 હજાર લોકોના જનજીવનને અસર પહોંચી હતી. અહીં મકાન, વાહનો પર, ખેતરમાં અને ગામમાં પાણીની લાઈન પર બરફ જામ્યો હતો. પાંચ દિવસના વાતાવરણમાં 3 થી 4 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આબુમાં વાહનો પર બરફ જામ્યો
માઉન્ટ આબુમાં સોમાવારે માઇનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે પ્રવાસીઓના વાહનોના પર બરફના પાતળા થર જામેલા જોવા મળ્યા હતા. પાછલા બે દિવસથી માઉન્ટ આબુનું તાપમાન માઈનસ સાત અને છ ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજસ્થાનના ફતેપુરમાં ઝાડ પર બરફ જામી ગયો હતો.

નલિયા સૌથી ઠંડુ, સુરત સૌથી ગરમ
અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરમાં સોમવારે ઠંડીનો પારો 10.0 ડિગ્રીથી નીચે નોંધાયો. બે ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે, ત્યારબાદ ઠંડીમાં ક્રમશ ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો 13.0 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ દરમિયાન સુરત 28.4 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું.

રાજ્યમાં કયા શહેરમાં કેટલી ઠંડી?

- Advertisement -
શહેરતાપમાન
નલિયા2
ગાંધીનગર5.3
કંડલા એરપોર્ટ5.5
પોરબંદર6.2
કેશોદ6.7
ડીસા7
રાજકોટ7.3
અમદાવાદ અને ભુજ7.6
સુરેન્દ્રનગર8.7
કંડલા પોર્ટ9.1
મહુવા9.5
વલ્લભ વિધાનગર9.6
ભાવનગર10
Exit mobile version