જૂનાગઢ: પાણીમાં ફસાયેલા બે લોકોએ થાંભલા પર લીધો આશરો, રેસ્ક્યૂ હાથ ધરાયું

By Abhishek Raghuvanshi
1 Min Read

જૂનાગઢમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે જૂનાગઢના ગામોની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવામાં જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદને પગલે ગામો બેટમાં ફેરવાયા છે. આવામાં સુત્રેજ ગામમાં પૂરની સ્થિતિ વચ્ચે 2 લોકો ફસાયા છે. NDRFની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. સ્થળ પર ધારાસભ્ય સહિત આગેવાનો પણ હાજર રહ્યા છે.

કેશોદના સુત્રેજ ગામે પુરની પરિસ્થિતિ વચ્ચે 1 ખેડૂત સહિત 2 વ્યક્તિ ફસાયા છે.
પુરની પરિસ્થિતિ વચ્ચે બંન્ને લોકોએ વીજ પોલ પર આશરો લીધો છે. જ્યારે બે લોકો ફસાયેલા હોવાની જાણ થતાં સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને તેમને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદને પગલે ગામો બેટમાં ફેરવાયા છે.
Exit mobile version