જુગારીઓ પર પોલીસની લાલ આંખ:સલાયા પંથકમાં બે સ્થળોએ જુગાર દરોડામાં સાત શખ્સો ઝડપાયા

By Abhishek Raghuvanshi
1 Min Read

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા કઠિયારાના બંગલા પાસે બેસી અને ગઈકાલે રવિવારે કાગળના પૂઠામાં લુડો ગેમ બનાવી અને શરત લગાવી, જુગાર રમી રહેલા નઝીર હારૂન સંઘાર અને ફારુક સુલેમાન ભાયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 10,100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય એક કાર્યવાહીમાં સલાયામાંથી ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અલી અકબર રજાક સંઘાર, હુસેન અનવર ગંઢાર, આમીન ઈબ્રાહીમ ગંઢાર, જાવીદ રજાક ગંઢાર અને ફારૂક મુસા ગંઢાર નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી રૂપિયા 11,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી સલાયાના ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા સાથે સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા, હસમુખભાઈ ચૌહાણ, હિતેન્દ્રસિંહ ઝાલા, પીઠાભાઈ જોગલ, હરદીપસિંહ જાડેજા અને વિપુલભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version