જંગમ જોગીઓની શિવ ઉપાસના:જંગમ સાધુ જૂનાગઢના શિવરાત્રી મેળામાં સન્યાસીઓ પાસેથી જ ભિક્ષા લે છે અને કરે છે શિવની સ્તુતિ

By Abhishek Raghuvanshi
3 Min Read

સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ તેર અખાડા કાયમ છે.પણ તેમાયે દશનામ પંથમા સાધુનો એક એવો વગઁ છે,જે માત્ર સાધુ મહાત્મા પાસેજ દાન દક્ષિણા ગ્રહણ કરે છે.તેઓ કદી સંસારી પાસેથી એક રૂપિયાનુ દાન સ્વિકારતા નથી.સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે.કહેવાય છેકે સદાશિવ શંકર ભગવાનના લગ્ન થયા ત્યારે કોઇ દાન દક્ષિણા લેવા તૈયાર ન થયુ આથી ભગવાને તેમની જાંઘ માંથી જંગમ સાધુ પેદા કર્યા હતા.

જંગમ સંપ્રદાયના દેશમાં લગભગ 5 હજાર ગૃહસ્થ સંત છે. તે આખા દેશના બધા જ અખાડામાં ફરે છે અને ત્યાં શિવના ગુણગાન ગાય છે. સૌથી વધુ આ સંપ્રદાયના સંત હરિયાણામાં છે. અખાડામાંથી આવતા દાનમાંથી જ તેના પરિવારનું ગુજરાન ચાલે છે.જુનાગઢના મેળામાં હાલ હરિયાણાથી જંગમ આવ્યા છે તેઓ માત્ર દશનામ અખાડાના સાધુ સંતો પાસેથી જ દક્ષિણા લે છે અને સાથે સાથે પૃથ્વીની ઉત્પતીથી લઈને પ્રલય સુધીની સ્તુતિનું અને ભગવાન શિવની આરાધના કરે છે। ભગવાન શંકરના થાલામાંથી પણ દાન લેવાનો જંગમને અધિકાર છે.

કહેવાય છે કે, આ સંપ્રદાય ની ઉત્પતિ ભગવાન શંકરની જાંઘમાંથી થઇ છે, જયારે શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ત્યારે ભગવાન શંકરે દાન આપ્યું બ્રહ્મા અને વિષ્ણુ એ આ દાન લેવાનો ઇનકાર કર્યો ત્યારે ભગવાન શંકરે પોતાની જાંઘ ચીરીને જંગમને ઉત્પન્ન કર્યો હોવાની માન્યતા છે.

આ સમુદાય વર્ષ દરમિયાન 6 મહિના કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કરે છે અને 6 મહિના ભગવાનની પૂજા કરે છે.જંગલ જોગીઓના પરિવારમાં બાળપણથી જ બાળકોને શિવપુરાણ, શિવસ્ત્રોત વગેરે યાદ કરાવવામાં આવે છે. જંગમ જોગીઓના પરિવારના સભ્યો આ પરંપરાને આગળ વધારી શકે છે. કોઈ અન્ય વ્યક્તિ આ પરંપરામાં સામેલ નથી થઈ શકતું. જંગમ સાધુ ગૃહસ્થ હોય છે અને તે શૈવ સંપ્રદાયના અખાડાની સાથે જ સ્નાન કરે છે.

- Advertisement -

જંગમ સાધુ અજય ડેરૂ જંગમ જણાવ્યું હતું કે, તેમનું રૂપ મહાદેવે દીધેલું રૂપ છે અને આ રૂપમાં પાંચ નિશાનીઓ દેવતાની જોવા મળે છે. મહાદેવનો શેષનાગ, શિવલિંગ, પાર્વતીજીના માથાનો ટીકો, અને કાનના આભૂષણ, ગળામાં બ્રહ્માજીની જનોઈ, અને નંદીજી ની ટકોરી આ પાંચ અલગ અલગ દેવતાઓની નિશાનીઓ સાથે જંગમ સાધુઓ ભજન કરે છે.વધુમાં આ જંગમ સાધુએ જણાવ્યું હતું કે તે હરિયાણાના સોનીપથ માંથી આવે છે અને મહાદેવનું વિવાહ સમૂહમાં ચંદ્રયાનીમાં થઈ હતી જ્યાં સુધી મહાદેવનું મંદિર છે. અને ત્યાં જ જંગમ સાધુઓને પ્રગટ કરવામાં આવ્યા હતા..

Exit mobile version