છોટા ઉદેપુર જિલ્લાની હેરણ નદી બે કાંઠે:પાવી જેતપુરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ; રાજ વાસણા આડ બંધ ઓવરફ્લો થયો, દૂધવાલ કોતરમાં પાણી આવતા કોચવડ ગામ બે ભાગમાં વહેંચાયુ,

By Abhishek Raghuvanshi
1 Min Read

છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પાવી જેતપુરમાં વહેલી સવારમાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

છોટા ઉદેપુર જિલ્લાની હેરણ નદી બે કાંઠે થતા રાજ વાસણા આડ બંધ ઓવર ફલો થયો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલ બપોરથી વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ વરસી પડ્યો છે, સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં જિલ્લાની મહત્વની એવું હેરણ નદીમાં પણ પર આવ્યા છે અને બે કાંઠે વહી રહી છે. હેરણ મળી બે કાંઠે થતા રાજ વાસણા આડ બંધ ઓવર ફલો થયો છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

જિલ્લાના અન્ય નદી નાળા પણ છલકાઈ ગયા છે. જેમાં સરહદી ગામ કોચવડ ખાતેથી પસાર થતું દુધવાલ કોતરમાં પણ ભારે પુર આવતા કોજવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને લઇને ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. સ્થાનિક લોકો કોઝવે પરથી જીવન જોખમે પસાર થઈ રહ્યા છે.

વહેલી સવારમાં જ પડેલા ધોધમાર વરસાદને પગલે જન જીવન ખોરવાઈ હતું અને એક તબક્કે જાણે રાતનું અંધારું થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. પરંતુ અડધો કલાક બાદ વરસાદ બંધ થતાં લોકોએ હાશકારો લીધો હતો.

- Advertisement -
Exit mobile version