ચોટીલા હાઈવે પર ફરી અકસ્માત:સાયલા નજીક પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ખાબકી, શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલા મુસાફરોનો અકસ્માત, બેના મોત, 9ને ઈજા

By Abhishek Raghuvanshi
2 Min Read

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો. ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા એમને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા. જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
ચોટીલા હાઇવે પર અકસ્માતની ઘટનાથી રક્તરંજિત બન્યો હતો. જેમાં જૂનાગઢથી મુસાફરોને અમદાવાદ તરફ લઈને જઈ રહેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં પીકઅપ વાન ગાડી રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. જેમાં ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમા તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થયા
આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને ચોટીલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં પીકઅપ વાનમાં સવાર બે વ્યક્તિના મોત, 9 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Exit mobile version