ગાંધી જયંતિની ઉજવણી:પાટણમાં ગાંધી જયંતિ નિમિત્તે રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંગઠનો, સંસ્થાઓ સાથે વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાસુમન સમર્પિત કરાયા

By Abhishek Raghuvanshi
1 Min Read

બીજી ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે પાટણ શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરના રેલવેના ગરનાળા પાસે આવેલ ગાંધીજી ની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.તો વહીવટી તંત્ર દ્વારા માલ્યાપણે કરી શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.

154 મી ગાંધીજયંતિ ના પવિત્ર દિવસે આયોજિત કરવામાં આવેલ માલ્યાપણું કાયૅક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,નગર પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર, ઉપ પ્રમુખ હિનાબેન શાહ ,પૂર્વ પ્રમુખ સ્મિતાપટેલ સહિત ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીજયંતી નિમિતે કોગ્રેસ દવરા કરાયેલા શ્રદ્ધા સુમન કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર ,ભુર ભાઈ સૈયદ,ભરત ઠાકોર, હરેશ ભાઈ,જૈમીન પટેલ સહિત કોગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓ સાથે, ભારત વિકાસ પરિસદ ,ભારત વિકાસ પરિષદ સિઘ્ધ હેમશાખા,,લાયન્સ,લીયો પરિવાર સહિત, પાલિકા સ્ટાફ સહિત સરકારી તંત્ર દ્વારા ગાંધીજી ની પ્રતિમા ખાતે શ્રધ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા .તો પાટણ નજીક આવેલા રાજપુર ગામે સ્થાપિત બાપુની પ્રતિમા ને સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધીજી માલ્યાપણે કરી શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.

Exit mobile version