કેમિકલ યુક્ત પાણી રસ્તા પર!:કતારગામની ડાઈન મીલમાંથી કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું, AAP કોર્પોરેટરે કહ્યું- કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતાથી આવી સ્થિતિ થઈ

By Abhishek Raghuvanshi
2 Min Read

વોર્ડ નંબર પાંચ ફૂલપાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. છતાં પણ અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી ન કરવાને કારણે રાહદારીઓ અને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે.

કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું
વોર્ડ નંબર પાંચમાં આજે વહેલી સવારથી જ ડાઈન મીલનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું. આ પ્રશ્ન ઘણા સમયથી છે, વારંવાર રજૂઆત છતાં પણ નક્કર પગલા લેવામાં આવતા નથી. આજે ફરીથી ફુલ માર્કેટથી ભવાની સર્કલ સુધીના રસ્તા ઉપર કેમિકલ યુક્ત પાણી ફરી વળતા સ્થાનિક કોર્પોરેટર અને રહીશોએ રોશ વ્યક્ત કર્યો હતો.

દર શનિ-રવિ આ પ્રકારની સ્થિતી હોય છે
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર મનીષા કુકડીયાએ જણાવ્યું કે, સાંઈબાબા સિલ્ક ડાઈંગ મિલમાંથી આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે, મન ફાવે ત્યારે પાણી છોડી દે છે, લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય એ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. બેથી ત્રણ દિવસ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ તેનો નિકાલ આવતો નથી, મિલ માલિક સામે કોઈ પગલાં લેવાતા નથી. અહીં આવીને અધિકારીઓને જાણ કરતા અધિકારીઓની ટીમ આવી છે અને જે પ્રકારે પાણી બહાર ઉભરાઈ રહ્યું છે તેને બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ આ કાયમી નિકાલ આવે તે માટે મેં રજૂઆત કરી છે.

Exit mobile version