ભાજપની સરકાર દ્વારા પ્રજા માટે કરાયેલા કામોની રૂપરેખા જનમાનસ સુધી પહોંચાડવા માટે વિવિધ જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સિદ્ધપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ જનસભાને સંબોધશે. હાલ અમિતશાહ સભા સ્થળે પહોંચી ગયા છે.
પાટણ લોકસભા બેઠકની આવી જ એક સભા સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશમાં છેલ્લા નવા વર્ષમાં ભાજપ સરકાર દ્વારા લોક કલ્યાણ માટે લાવવામાં આવેલી યોજનાઓ અને તે યોજનાઓ થકી લોકોને થયેલા લાભો અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, બળવત સિંહ રાજપૂત પાટણના સાંસદ ભરત ડાભી, રાધનપુર ધારસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ મહામંત્રી કેસી પટેલ સહિતનાઓ સભા સ્થળ પર ઉપસ્થિત રહ્યા છે.
આજે શનિવારે સિદ્ધપુરના દેથળી રોડ ઉપર આવેલા ગોવર્ધન પાર્કમાં ભાજપ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. જનસંપર્કથી જન સમર્થન હેતુ સાર્થક કરવા વધુમાં વધુ લોકો સભા સ્થળ ખાતે ઉમટી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવી સભાનું સંબોધન કરશે. સભા સ્થળ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો કાર્યક્રમમાં લોકોનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત બનાસકાંઠાના થરાદમાં પણ ભાજપ દ્વારા જનસભાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થરાદમાં APMC ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. મહારાષ્ટ્રના પૂર્વે ધારાસભ્ય પ્રકાશ મહેતા, સાંસદ પરબત પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના આગેવાનો પહોંચ્યા હતા.
