આબુ જતા લોકો ચેતજો! માત્ર થોડા જ વરસાદે પાલનપુર-અમદાવાદ હાઇવેના કર્યા હાલ બેહાલ

By Abhishek Raghuvanshi
2 Min Read

પાલનપુર: રાજ્યમાં ચારેબાજુ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આવા માહોલમાં ગુજરાતીઓને માઉન્ટઆબુ જવાનું ચોક્કસ મન થાય. જોકે, પાલનપુરમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. તો એની સાથે આ પાણી અને ખાડાવાળા રસ્તા પર ટ્રક પણ પલટી ગઇ છે. જેના કારણે પાલનપુર-આબુરોડ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો છે. આ ટ્રાફિક જામ થવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. પાલનપુરમાં મોડી રાત્રે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર-આબુ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે અને તેમા વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે રસ્તા પર એક ટ્રક પલટી ગઇ છે. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી ગઇ છે. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જામ્યો છે.

પાલનપુરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ શહેર પાણી પાણી થઇ ગયુ હતુ. પાલનપુરમાં ઠેર ઠેર વરસાદ વચ્ચે ખાડા પડી ગયા છે. પાલનપુરમાં હાઇવે પર પડી ગયેલા ખાડાને કારણે ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી રહી છે.
અમદાવાદ-આબુ હાઇવે ઉપર એક સાઈડના માર્ગ ઉપર ટ્રક પલટી મારતા તેમજ બીજી સાઈડના રોડ ઉપર જીપડાલું ફસાતા બંને બાજુ સર્જાયો ટ્રાફિક જામ થઇ ગયો છે.
ટ્રક પલટી ગઇ હતી, સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે.
હાઇવે પર લાંબી કરાતો જોવા મળી રહી હતી.
અનેક વાહનો ફસાયા છે.
પાલનપુરમાં હાઇવે પર પડી ગયેલા ખાડાને કારણે ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી રહી છે.
Exit mobile version