
સીએનજી ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા આજથી આ ચોક્કસ મુદતની હડતાલ કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સીએનજી પંપ ધારકોની મિટિંગમાં આ હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ તે પહેલા આજથી સીએનજી પમ્પ બંધ રહેશે તેવી અફવા શહેરમાં જોર શોરમાં પ્રવર્તતા મોડીરાત્રીએ શહેરના જુદા જુદા સીએનજી પમ્પ ઉપર રીક્ષા ચાલકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સીએનજી ભરાવવા કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા હતા.
સીએનજી બંધની અફવા
સુરત શહેરમાં આજથી તમામ સીએનજી પમ્પ બંધ રહેશે તેવી ગતરોજ મોડી રાત્રે અફવાએ જોર પકડ્યું હતું. આજથી તમામ સીએનજી પંપ ધારકો અચોક્કસ મુદત માટેની હડતાલ પર ઉતારવાના છે. તેવી જોરમાં મોડીરાત્રીએ વાત વહેતા થઈ હતી. સીએનજી પમ્પ બંધ થાય તો સૌથી વધુ રીક્ષા ચાલકોને હાલાકી પડી શકે છે. જેને લઇ ગત મોડી રાત્રીએ રીક્ષા ચાલકો અફવા ફેલાઈ હતી. જેથી રિક્ષામાં સીએનજી ભરાવવા જુદા જુદા પંપો પર લાંબી લાંબી લાઈનોમાં લાગી ગયા હતા.
મોડી રાત્રે સીએનજી ભરાવા રીક્ષા ચાલકોની લાઇન
સુરતના ઉધના ડીંડોલી, પાંડેસરા અને ગોડાદરા સહિતના વિસ્તારોમાં સીએનજી પમ્પ બહાર રીક્ષા ચાલકોની લાંબી લાંબી લાઈન જોવા મળી હતી. મોડી રાત્રીએ રીક્ષા ચાલકો રીક્ષામાં ગેસ ભરાવા કતારમાં ઉભા રહ્યા હતા. અચોક્કસ મુદતની હડતાલને પગલે જો આજથી સીએનજી પમ્પ બંધ રહેશે તો રીક્ષા ચાલકોને ખૂબ જ મોટી મુસીબત સહન કરવી પડે માટે રીક્ષા ચાલકો ગત મોડી રાત્રે જ રીક્ષામાં ગેસ ભરાવવા લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સીએનજી પમ્પ પર એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈન રીક્ષા ચાલકોની જોવા મળી હતી.
કમિશનના મુદ્દે સીએનજી ધારકોની હડતાલની જાહેરાત કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના સીએનજી પમ્પના ડિસ્ટ્રીબ્યુટર્સ કમિશન વધારવાના મુદ્દે વિરોધ કરી રહ્યા છે. તેમની માંગને લઇ સુરત સીએનજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન દ્વારા સુરત શહીત જુદા જુદા સીએનજી પંપ ધારકો વચ્ચે 16 ફેબ્રુઆરીએ મીટીંગ કરીને 17 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે ગતરોજ આ હડતાલને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાનો નિર્ણય કરાયો છે. પરંતુ તેમ છતાં શહેરમાં આજથી અચોક્કસ મુદત પર સીએનજી પંપ ધારકો ઉતારવાના છે. તેવી અફવા ફેલાઈ હતી. અને તેને જ લઈ રીક્ષા ચાલકો કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાન ન માંગતા હોવાથી ગત મોડી રાત્રે જ ગેસ ભરાવા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા.
