Gujrat
સાવધાની હટી દુર્ઘટના ઘટી:ટ્રાફિક પોલીસના નામે ઇ-મેમોનો દંડ વસૂલવાનું કૌભાંડ રાંચીથી પકડાયું, સાયબર ઠગે રૂ.9 લાખ પડાવ્યા હતા
12 પાસ યુવક અમદાવાદ ટ્રાફિક પોલીસની સાઇટ પરથી દંડ ભરવાનો બાકી હોય તેમની માહિતી મેળવતો અમદાવાદ ટ્રાફિક પોલીસના નામે ઇ-મેમો મોકલી દંડની રકમ પડાવવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચ ઝારખંડના રાંચીથી સૂત્રધાર સુધાંશુ મિશ્રા નામના 25 વર્ષના યુવકને પકડી લાવી છે.



