- ધામણવાના સરપંચે કહ્યું- નિલ પટેલ ગરીબ ખેડૂત પુત્ર હતો, અમદાવાદથી કેનેડા ગયો પછી ખબર નથી
- આ સમગ્ર મામલે તપાસ અર્થે મહેસાણા એસઓજીની એક ટીમ ગુડગાડ પહોંચી
મહેસાણા જિલ્લાના 4 યુવકોને અમેરિકા જવાનો શોખ મોંઘો પડી ગયો છે. યુવકોને અંગ્રેજીના આવડતું હોવા છતાં IELTSમાં 8 બોન્ડ મેળવી અમેરિકા જતા ઝડપાઇ ગયા હતા. આ કૌંભાંડ કેવીરીતે આચરવામાં આવ્યું એ દિશામાં મહેસાણા એસઓજી ટીમ તપાસ કરી રહી છે. જેની એક ટીમ દિલ્લીના ગુડગાડ પહોંચી છે. તો આ યુવકોના પરિવારજનો આ સમગ્ર મામલે અજાણ હોવાનું જાણવા મળ્યું છે. યુવકોને અમેરિકા જવાનો એવો તે ચસકો લાગ્યો હતો કે, તેઓએ પોતાના માવતરને જાણ કરવાનું પણ યોગ્ય ન સમજ્યુ. ત્યારે આ મામલે આ યુવકોના માતા-પિતાના નિવેદનો સામે આવ્યા છે.
અમને કઇ ખબર નથી: યુવકના માતા-પિતા
ચાર યુવકોમાં માકણજ ગામનો ધ્રુવ પટેલ IELTS પાસ કરી અમેરિકા ગયો હતો. આ આમલે પણ પરિવાર અજાણ છે. તેના પિતા રસિક પટેલે જણાવ્યું હતું કે અમારે ધ્રુવ સાથે છેલ્લા ત્રણ મહિનાથી કાઈ વાત થઈ નથી. ધ્રુવએ કોઇ પૈસા પણ માંગ્યા નથી. જેથી અમને કંઇ જ ખબર નથી. તેની માતા દક્ષાબેને જણાવ્યું હતું કે, ધ્રુવ હમેંશા કહેતો મારે ખુબ ભણવું છે. તે જાતે જ બધુ કરતો, જાતે જ કાગળીયા કર્યા હશે. અમને કંઇ જ જાણ નથી કરી અને બે ત્રણ મહિનાથી એનો કોઇ ફોન પણ નથી આવ્યો.
નિલ પટેલ કેનેડાથી અમેરિકા ગયો
ધામણવાનો નિલ પટેલ પણ અમેરિકામાં ઝડપાયો છે. ત્યારે ગામના સરપંચે જણાવ્યું હતું કે, નિલ ગરીબ ખેડૂતનો દીકરો હતો, જે અમદાવાદમાં અભ્યાસ કરતો હતો. તેને બહાર ભણવા જવાની ખુબ ઇચ્છા હતી એટલે તે અન્ય વિદ્યાર્થીઓને ટ્રાવેલ્સ વિષે પુછતો રહેતો હતો. આ દરમિયાન તે કોઇ ટ્રાવેલ્સવાળાને મળ્યો અને બાદમાં ફાઇલ કરી અભ્યાસ માટે કેનેડા ગયો હતો. કેનેડામાં 1 વિષયમાં ફેલ થાય તો પણ તેને 5થી 6 લાખ ફી ચુકવવી પડતી હતી. જેથી નિલ પટેલે અમેરિકા જવાનું વિચાર્યું. કારણ કે, USAમાં એક વિષયમાં ફેલ થાઓ તો એટલા પૈસા ભરવા ન પડે. ત્યાં લોકલ માણસોની મદદથી USA જવા નીકળ્યો હતો, પરંતુ આ મામલે પરિવારને કોઇપ્રકારની જાણ નથી.
મહેસાણા એસઓજીની ટીમ ગુડગાવ પહોંચી
આ મામલે મહેસાણા એસપી અચલ ત્યાગીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, કેસમાં અમુક વસ્તુઓ પર ચેક કરી રહ્યા છીએ. IELTS ટેસ્ટ ક્યાં અને કઈ જગ્યા પર લેવાયો ત્યાં પોલીસ તપાસ કરી રહી છે. મેંન કોપી જ્યાં ચેકીંગ થાય છે ત્યાં દિલ્હીના ગુડગાવ ખાતે મહેસાણા એસઓજીની એક ટીમ તપાસ માટે મોકલી છે. હાલમાં આ મામલે કોઇ ગુનો નોંધવામાં નથી આવ્યો. આ કેસ હજું સ્ટેજ પર છે. એક અઠવાડિયામાં સમગ્ર મામલો સામે આવી જશે.
25 સપ્ટેમ્બર 2021માં જ્યાં પરીક્ષા લેવાઈ ત્યાંના CCTV મંગાવ્યા
આ કેસમાં તપાસ અધિકારી ભાવેશ રાઠોડે જણાવ્યું કે, ચાર વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષા મામલે અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશનના સંચાલક સહિત 9 કર્મચારીઓને બુધવારે જવાબ લેવા બોલાવ્યા હતા. જોકે, બીમાર હોવાનું કહી કર્મચારીઓ આવ્યા નહોતા. આજે આ કર્મચારીઓ જવાબ લખવવા આવશે. તેમજ નવસારીની ફન સીટી હોટેલના પરીક્ષા લેવાઈ ત્યાંના CCTV મંગાવ્યા છે. જેનીની તપાસ કરવામાં આવશે.
