રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, વડાપ્રધાન પાલનપુર પહોંચ્યા છે. જ્યાં જનસભાને સંબોધીને મોડાસા જશે, ત્યારબાદ દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે. ગઇકાલે વડાપ્રધાને મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.
- વડિલોને પ્રણામ કહેશો તો મને આશીવાર્દ મળશે અને તેનાથી મને એનર્જી મળશે
- ઘરે ઘરે જઇને વડિલોને કહેવાનું છે, આપડા નરેન્દ્રભાઇ પાલનપુર આવ્યા હતા અને તમને પ્રણામ કર્યા છે
- બનાસકાંઠા પર મારો હક છે, હું તમને એક અંગત કામ આપુ છું જે તમારે કરવાનું છે
- આપણી પાસે અઠવાડીયું જ રહ્યું છે, તમારે ઘરે ઘરે જઇને કમળ ખીલવાડવા મહેનત કરવાની છે
- તમારે લોકતંત્ર મજબૂત કરવાનું છે, એક એક પોલિંગ બુથમાંથી કમળ જીતાડવાનું છે
- તમારે આ વખતે મતદાનમાં આ વખતે રેકોર્ડ તોડવાના છે
- યુવાનો તમે વોટ આપાવા જાઓ ત્યારે તમારા આગામી 25 વર્ષનો વિચાર કરજો
- બનાસકાંઠા, પાટણ, કચ્છની એક એક તકલીફ મને ખબર છે, ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો છે ચિંતા ન કરતા
- આખો દેશ માંદો પડેલો ત્યારે ચિંતા કરી, 80 કરોડ લોકોને અઢી વર્ષથી અનાજ મફત પહોંચાડવાનું કાર્ય કર્યું
- કઠોળથી માંડી તેલ સુધીની સમાગ્રી પહોંચાડી
- કોવિડમાં ગરીબના ઘરમાં ચુલો સળગાવ્યો, અમે એમની ચિંતા કરી
- 12-15 વર્ષની દીકરીઓની તપાસ કરાઈને દીકરીઓનું શરીર સ્વસ્થ થાય તેના માટે કામ ઉપાડ્યું
- તમને જેમ વેક્સિન ફ્રીમાં મળી એમ હું દેશના પશુઓને પણ ટીકાકરણ ફ્રીમાં કરવાવું છું
- માતાઓ બહેનોને ડેરીએથી સીધા પૈસા મળે છે, મારી માતાઓ-બહેનો આત્મનિર્ભર બની છે
- વાત પ્રયટનની હોય, વાત પર્યાવરણની હોય, વાત પાણીની હોય, વાત પશુધનની હોય કે વાત પોષણની હોય.. ઉત્તર ગુજરાત બધામાં આગળ છે
- આપણે ટુંકા ગાળામાં હરણફાળ પ્રગતિ કરી છે, એમાં બે બાબત ખાસ છે જેમાં પાણી અને વીજળી
- ઉત્તર ગુજરાત હેડપંપ અને કુવા તળાવ ખોદવામાંથી બહાર આવ્યું
- હવે જોઇ લો સુજલામ સુફલામ અને નર્મદાથી ઘરે ઘરે, ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે
- ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું, સુજલામ સુફલામની વાત લઇને હું આવ્યો તો મારી મજાક ઉડવતા હતા
- આખી દુનિયામાં પર્યાવરણની અંદર ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે.
- સોલાર પાર્ક બનાયો રાધનપુરમાં ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું. પછી લોકો જોવાં આવતાં હતા
- આપણે સોલાર એનર્જીનું અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ
- અત્યાર સુધી ગાય-ભેસના દુધમાંથી જ આવક થતી હતી, હવે એના છાણમાંથી પણ થશે
- તમારી ગાડી પેટ્રોલ, ડીઝલથી નહીં પણ ગ્રીન ડાઇડ્રોજનથી ચાલશે
- આ આપણું ગુજરાત હાઈડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજનનું હબ
- આવનારા 25 વર્ષમાં ગુજરાતના વિકાસની વાત એટલે પર્યટન
- ઉત્તર ગુજરાતમાં ટુરિઝમનું શું નથી? અહીંયા બધી સંભાવનાઓ છે
- સરહદી વિસ્તારના ગામોના વિકાસ માટે કામ ઉપાડ્યું છે. ભારે જહેમત ઉઠાવી છે
- સરદાર સરોવરની મુલાકાતે લાખો લોકો આવતા હોય તો ધરોઇ પર કેમ ન આવે, આપણે મોટું ટુરિઝમ ઉભુ કરવાનું છે
- મા આંબાનું ધામ બદલાઇ રહ્યું છે, યાત્રિકોની સંખ્યા વધતા રોજગારીની આવક ઉભી થઇ
- ધરોઇ, મા અંબા અને મા નડેશ્વરી, રણ, પાટણની વાવ અને કચ્છનું રેગીસ્થાન.. શું નથી આપડી જોડે
- ગુજરાતે વિકાસની નવી સંભાવનાઓ ઉભી કરી છે
- દુનિયા નાની થઇ રહી છે અને લોકો દુનિયાના છેડે જવા ઉતાવળા થયા છે
- પાલનપુરનો ‘પ’ અને બીજા પાંચ ‘પ’, ‘પર્યટન,’ ‘પર્યાવરણ,’ ‘પાણી,’ ‘પશુધન’ અને ‘પોષણ’
- વિકાસના એટલા બધા કામ થયા છે કે ગણ્યા ગણાય નહીં
- આ ચૂંટણી આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે એ નક્કી કરવાની ચૂંટણી છે
- આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારો જોઇશે
- હું તમારી પાસે આશીવાર્દ લેવા આવ્યો છું, વોટ તો તમે આપવાના જ છો
- 2017ની ચૂંટણી તમને યાદ હશે, પણ મને બીજુ યાદ છે
- વડાપ્રધાને ભારત માતાકી જય બોલાવીને સભાને સંબોધન શરૂ કર્યું
કમળના બટન પર તમે વોટ દબાવો વિકસિત ગુજરાતની ગેરંટી હું આપું છું’
ભાવનગરથી વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એટલે સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે દિવસ રાત જહેમત કરનારી પાર્ટી છે.. ગુજરાતમાં જે જૂની પેઢીના લોકો છે એ બધાને ખબર છે કે, કૉંગ્રેસના શાસનમાં કેવી દશા હતી. દસકાઓ સુધી કૉંગ્રેસનું રાજ રહ્યું અને કેવું રહ્યું. કૉંગ્રેસ સરકારના કામ કરવાના તરીકા કેવા હતા તે જૂની પેઢી ક્યારેય ભૂલશે નહીં.
પાણીને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા
ખરાબ પાણીના કારણે ચામડીના રોગ અને બીમારીઓ સામાન્ય વાત હતી. તેના કૉંગ્રેસ પાસે બે જ ઉપાય હતા. એક પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડ પંપ લગાવવાનો અને બરાબર કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું. હું પાઈપલાઈનથી પાણી આપવાની વાત કરતો ત્યારે કૉંગ્રેસના લોકો વિધાનસભામાં મારી મજાક ઉડાવતા હતા.
ગુજરાતમાં સેમી કંડકટર બનાવવાનું કામ ધોલેરામાં થશે
પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા સેમિ કંડકટર વગર એક ડગલું ચાલે નહીં, એ બનાવવાનું કામ ધોલેરામાં થવાનું છે. જેનો લાભ આખા દેશને થશે. દોઢ લાખ કરોડનું રોકાણ થશે. આ પ્રોજેક્ટના કારણે બે લાખ લોકોને રોજગારી મળવાની છે.
મેરિટાઈમ મ્યુઝિયમથી લોથલ પર્યટનનું કેન્દ્ર બનશે
પીએમ મોદીએ ભાવનગરમાં કહ્યું હતું કે, ભાવનગરના કિનારે લોથલમાં હિન્દુસ્તાનનું પહેલું મેરિટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે.જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે દુનિયામાંથી લોકો આવી રહ્યા છે તે રીતે લોકો ભારતની મેરિટાઈમની તાકાતનું મ્યુઝિયમ જોવા માટે લોથલમાં આવશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી
વડાપ્રધાને ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરી પોતાના બાળપણના કિસ્સાને યાદ કર્યો હતો. કહ્યું હતું કે, હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે ભાવનગર કયા ખૂણામાં આવ્યું તેની પણ ગતાગમ ન હતી.એ વખતે અમારી શાળામાં એક નાટકનો કાર્યક્રમ હતો.એ સમયે અમારી શાળાના શિક્ષક હતા એમણે મને કૃષ્ણકુમાર સિંહજીનો રોલ ભજવવા પસંદ કર્યો હતો.મારો પહેલો પરિચય હતો આ ધરતી સાથે અને શરૂઆત હતી એ મહાપુરુષ સાથે.
મને રાજકારણની બારાક્ષરી હરિસિંહ દાદાએ શીખવાડી: PM મોદી
વડાપ્રધાને ભાવનગરમાં હરિસિંહ દાદાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મારું તો સૌભાગ્ય છે કે, અમે હરિસિંહ દાદાની આંગળી પકડીને મોટા થયા છીએ.બારાક્ષરી રાજકારણની કેમ લખાય તે હરિસિંહ દાદાએ મને શીખવાડ્યું છે.
