શ્રીગણેશ સુરત સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાનું શરૂ, સિમેન્ટ યાર્ડ ખાલી કરાયા, સુરતથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવા મંજૂરી મંગાઈ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • 877 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની 2016માં જાહેરાત કરાયા બાદ ડિઝાઈન સહિત અનેક ફેરફાર કરાયા
  • હવે ક્રમશ: પ્લેટફોર્મ તોડીને સ્ટેશનનું બાંધકામ શરૂ કરાશે

સુરત સ્ટેશનનો રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આખરે 6 વર્ષે શરૂ થયો છે. જેમાં સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરીકેટ લગાવી દેવાયા છે. હવે ત્યાં નવા પ્લેટફોર્મ બનાવાશે. હવે અહીં 2016માં જાહેર કરાયા મુજબ 877 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ 48 મહિનામાં પુરો કરી દેવાનો ટાર્ગેટ છે.

વર્ષે જૂના સિમેન્ટ યાર્ડને ખાલી કરાવી બેરિકેટ લગાવી દેવાયા.

આ માટે RLDA, SITC, SMC અને GSRTC પણ ભાગ લાશે. BRTSને પણ જોડી દેવાશે. સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સ્પોટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આગામી દિવસોમાં હાલના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશ: ડિમોલીશન કરી બાંધકામ શરૂ કરાશે. હાલમાં સુરતથી ઉપડતી ટ્રેનો ઉધનાથી ઉપડશે.આ માટે રેલવે બોર્ડની પાસેથી મંજૂરી માંગી છે.

ખાલી યાર્ડની ફરતે બેરિકેટ લગાવાયાં, અહીં બે પ્લેટફોર્મ બનવાવાશે
સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન ઉપર બનાવાયેલા બે નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનોને ડાયવર્ટ કરવા માટે કરી શકાશે. હાલમાં સુરત સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ, સુરત અમરાવતી એક્સપ્રેસ, સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ સહિતની અનેક ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો ઉપડી રહી છે. આ તમામ ટ્રેન ચોથા નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડે છે, પરંતુ હવે આ ટ્રેનને ઉધના ડાયવર્ટ કરીને ત્યાંથી ઉપાડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.

નવા રેલવે સ્ટેશન પર આ નવું બનાવાશે

- Advertisement -
  • અલગ એન્ટ્રી-એક્ઝિટ સાથે કોન્કોર્સ અને VIP લાઉન્જ હશે.
  • ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હેઠળ બસ સ્ટેશન પણ બનાવાશે.
  • 18 મીટરની ઊંચાઈ પર રૂફ પ્લાઝા-કોમર્શિયલ પ્લાઝા પણ હશે.
  • મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ રેલ્વે, બસ, મેટ્રો, BRTS, ખાનગી વાહનો, રસ્તાઓને એકીકૃત કરાશે.

આ મુખ્ય આકર્ષણો હશે

  • ઇન્ટરસિટી બસ સ્ટેશન
  • આંતરરાજ્ય બસ સ્ટેશન
  • વ્યાપારી ટાવર
  • 4 વધારાના પ્લેટફોર્મ તથા મોલ

ત્રિવેન્દરમ એક્સપ્રેસમાં સુરતની સૌથી વધુ કમાણી
સુરત: નવી દિલ્હીથી ત્રિવેન્દરમ જતી રાજધાની એક્સપ્રેસ શરૂ થઇ ત્યારે સુરત સ્ટેશન પર સ્ટોપેજ પણ અપાયું ન હતું. ત્યારબાદ લોકોએ રજૂઆત કર્યા બાદ સ્ટોપેજ મળ્યું હતું. હાલમાં પશ્ચિમ રેલવેએ આ ટ્રેનનો 17 જુલાઈથી 28 નવેમ્બર સુધીનો ડેટા બહાર પડાયો છે, જેમાં જણાવ્યા પ્રમાણે આ ટ્રેનમાં સુરતથી કુલ 2849 પેસેન્જરોએ મુસાફરી કરી હતી અને રેલવેએ 4.87 કરોડની આવક અપાવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે સુરત રેલવે સ્ટેશનને જેટલા કોટા ફાળવવામાં આવ્યા છે તે તમામ કોટા મોટાભાગે ફૂલ રહેતા હોય છે અને વેઇટીંગ લિસ્ટ પણ લાબું જોવા મળે છે. જેથી હવે વધારાના કોટા ફાળવવા પણ માંગ કરાઈ છે.

Exit mobile version