વડોદરામાં મુંબઈ જતી લકઝરી ટ્રેલર સાથે અથડાઈ, 6નાં મોત; 17 ગંભીર ઈજાગ્રસ્તોને બહાર કાઢવા બસનાં પતરાં કાપ્યાં

By Abhishek Raghuvanshi
2 Min Read

વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત અને 17 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થયું છે. ગત 4 ઓક્ટોબરના રોડ દરજીપુરા એરફોર્સ પાસે છકડોરિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કપૂરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતાં પણ આ અંગે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.

આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં, જેના પરથી ખ્યાલ આવે કે બસ ઘણી જ સ્પીડમાં હશે અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હશે, જેને કારણે બસનો કુચડો થઈ ગયો છે.

ઈજાગ્રસ્તોના નામ

- Advertisement -
  • કિશન નિલેશ રાવલ
  • જયંતીલાલ ગેરતજી યાદવ
  • કિશોરભાઈ મણિલાલ રાવલ
  • સુમિત ભરતભાઇ રાઠોડ
  • મેઘરાજ ગોપીકિશન પંચાટીયા
  • સાહિરામ શ્રવનરામ જાટ
  • પુનજીબેન હીરાલાલ રાવલ
  • હુકભાઈ ગૌતમભાઈ ન્યાયી
  • રમીલાબેન ભરતભાઇ રાઠોડ
  • ભરતકુમાર નંદલાલ રાઠોડ
  • અજાણ્યો પુરુષ બાળક
  • લતાબેન સંદીપભાઈ કલાલ
  • પૂનમબેન કૈલાશભાઈ પોરવેલ

મૃતકો ના નામ

  • સંદિપ કચોરિલાલ કલાલ
  • કિસાન ભાઈ
  • શાંતિ નાઈ
  • સુનિતા નાઈ
  • એક 25 વર્ષીય મહિલા જેની ઓળખ બાકી
Exit mobile version