ચૂંટણીમાં માતૃત્વ ઓન ડ્યુટી રાજકોટની મહિલા કોન્સ્ટેબલ અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી, કહ્યું: પુત્રીને અળગી રાખી ન શકાય

By Abhishek Raghuvanshi
3 Min Read

એક માતા બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષની દીકરીને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.

મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવુ છું
અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસ રાત એક કરીને તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટના આ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાથીને ફરજ નિભાવી રહ્યાં છે. જે ખરેખર ખુબ જ ગર્વની વાત છે.પોલીસકર્મી અરૂણાબેને જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવુ છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કુલમાં મુકવામાં આવી છે. જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવુ છું. ત્યારે અરૂણાબેને જણાવ્યું કે ઘરમાં હું અને મારો પતિ અને અમાર અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.

એક માતા તરીકે ફરજ નિભાવુ છું.

કોઈ મારા બાળકને કોઈ સાચવી નથી શકતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘરે કોઈ મારા બાળકને સાચવે એવુ છે નહીં એટલા માટે હું મારી દીકરીને મારી સાથે રાખુ છે અને સાથે સાથે ફરજ પણ નિભાવુ છું. અમારૂ જ્યાં ક્વાટર છે ત્યાં ઘોડિયા ઘર છે. ત્યાં અમે સવારે રાખીએ છીએ પણ ચૂંટણીના કારણે અમને 2 દિવસ અહિંયા જ નાઈટ હોલ્ડ હોય છે. જેથી હું મારા બાળકને ત્યાં રાખી શકતી નથી.

એક માતા તરીકે ફરજ નિભાવુ છું.

હું મારી ફરજ નિભાવુ છું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેથી હું મારા બાળકને સાથે જ રાખુ છું.કારણ કે ત્યાં આખો દિવસ સાચવે તેવુ હોતુ નથી. એટલે હું મારા બાળકને સાથે રાખુ છું.કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવુ છું. લોકશાહીનો પર્વ છે એટલે કોન્સ્ટેબલ તરીકે મારી ફરજ જે પણ આવે છે તે હું નિભાવુ છું. સાથે જ એક માતા તરીકેની પણ ફરજ નિભાવુ છું.

- Advertisement -
આ પણ મારી ફરજ છે

અમે એડજસ્ટ કરીએ છીએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,મારા પતિ બિઝનેસમેન છે. એટલે ક્યારેક એવુ પણ બને કે તે વધારે મારે કામ હોય તો તેને અમારા બાળકને સાચવવુ પડે.પણ ઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ.હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લવ છું.

Exit mobile version