કમ્પ્યુટર સાયન્સના 80 વિદ્યાર્થીને ડિગ્રી પહેલાં જ 3.5 થી 11 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું

By Abhishek Raghuvanshi
2 Min Read
  • યુનિ.ના રોલવાલા કમ્પ્યુટર સેન્ટરના પી.જી.ના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ યોજાયું

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ-રોલવાલા કમ્પ્યુટર સેન્ટરના કુલ ચાર પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના કોર્સના કુલ 80 વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 જૂનમાં ડિગ્રી મેળવે તે પહેલા જ વાર્ષિક 3.5 લાખથી 11 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાયું છે. રસપ્રદ બાબત એ છે કે જોબ પ્લેસમેન્ટમાં ભાગ લેનારી કુલ 54 કંપનીઓમાંથી માત્ર 20 કંપનીઓને જ વિદ્યાર્થીઓ મળ્યા હતા, જ્યારે કે 34 જેટલી કંપનીઓને જોબ ઓફર કરવી હતી, પરંતુ બધા વિદ્યાર્થીઓને પહેલાથી જોબ મળી ગઈ હોવાથી બાકીની કંપનીઓને વિદ્યાર્થીઓ મળી શક્યા ન હતા. આ વિદ્યાર્થીઓ આગામી જુલાઈ-2023 સુધીમાં જોબ જોઈન કરશે.

ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ- રોલવાલા કમ્પ્યુટર સેન્ટરમાં એમસીએ, એમટેક, એમએસસી સહિતના કોર્સ ભણાવવામાં આવે છે. જોબ ઓફર કરનારી 20 કંપનીએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત ચકાસણી કરીને સોફ્ટવેર પ્રોગ્રામરની જોબ ઓફર કરી છે.

પ્લેસમેન્ટમાં 54 માંથી 20 કંપનીએ વિદ્યાર્થીને નોકરી આપી દેતા 34 કંપનીને વિદ્યાર્થી જ ન મળ્યા

વિદ્યાર્થીઓને ઓફર કરાયેલ જોબ પેકેજ​​​​​​

- Advertisement -
વર્ષવિદ્યાર્થીમિનિમમમેક્સિમમએવરેજ
2022-2380થી વધુ3.50 લાખ11 લાખ5 લાખ
2021-22822.50 લાખ7 લાખ4 લાખ
2020-21822 લાખ4.50 લાખ2 લાખ
2019-20614 લાખ1.90. લાખ2.50 લાખ
2017-18493.50 લાખ1.80 લાખ2.50 લાખ

વિદ્યાર્થીઓને જોબ ઓફર કરતી વખતે કંપનીઓએ તેમના એકેડેમિક દેખાવ ઉપરાંત કમ્યુનિકેશન, પ્રેઝન્ટેશન અને ઇન્ટ્રા પર્સનલ સ્કિલ વગેરે પાસાઓની ચકાસણી કરી હતી.

મોટી કંપનીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો

અમારા સેન્ટરમાં દર વર્ષે વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને નોંધપાત્ર જોબ પેકેજ ઓફર થાય છે. નોકરીના બેથી ત્રણ વર્ષ બાદ આ વિદ્યાર્થીઓને 40 ટકા પગાર વધારાની સાથે આતંરરાષ્ટ્રીય કંપનીમાં નોકરીની તકો પણ મળી રહે છે. – પ્રો ડો. જ્યોતિ પરીક,એચઓડી

​​​​​​​સંસ્થાના પાંચ એલ્યુમની સફળ આંત્રપ્રિન્યોર્સ

​​​​​​​વિભાગમાંથી પાસ થયેલા પાંચ વિદ્યાર્થીઓ સફળ આંત્રપ્રિન્યોર્સ છે. આ ઉપરાંત સંસ્થાના એલ્યુમની દેશ અને વિદેશમાં કાર્યરત માઈક્રોસોફ્ટ, ઓરેકલ, ઈન્ફોસિસ, એસેન્ચર, બ્લેકબેરી, બાર્કલે,ઈલેકટ્રોલક્ષ, ડેલ્ટોઈડ, મેક માય ટ્રિપ,એસેન્ચર જેવી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે.

Exit mobile version