અરજદારોને હાલાકી:ભેંસાણ મામલતદાર કચેરીમાં 5 વર્ષથી સબ પ્લોટીંગ નોંધણીની કામગીરી ઠપ્પ

By Abhishek Raghuvanshi
1 Min Read

ભેંસાણ મામલતદાર કચેરીમાં સબ પ્લોટીંગ, 6 નંબરની નોંધણીની કામગીરી ન થતા યોગ્ય કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. ભેંસાણ મામલતદાર કચેરી ખાતે કાર્યરત ઈ-ધરા કેન્દ્રમાં સબ પ્લોટીંગ અને જુના ગામતળની 6 નંબર હક્કપત્રક નોંધણીની કામગીરી થતી ન હોય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી ત્યારે ફરી રમેશભાઈ ‌વઘાસીયાએ થોડા સમય પહેલા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેમાં કહ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી ભેંસાણ મામલતદાર કચેરીમાં સબ પ્લોટીંગ અને જૂના ગામતળ વાળા 2 નંબરની નોંધણી કામગીરી થતી ન હોય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને વધુમાં કહ્યું હતું કે, આ કામગીરી માત્ર ભેંસાણમાં જ બંધ છે. જેથી વહેલીતકે યોગ્ય કરવાની માંગ કરી હતી.

Exit mobile version