અમદાવાદમાં ત્રણ વર્ષમાં 102 હત્યા, 315 બળાત્કાર, 4105 ધાડ-લૂંટ-ચોરી, 360 છેડતીના ગુના નોંધાયા

By Abhishek Raghuvanshi
3 Min Read
  • 48 પૈકી માત્ર 24 પોલીસ સ્ટેશને RTI હેઠળ માહિતી આપી, જેણે નથી આપી તેની સામે આયોગમાં ફરિયાદ
  • રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં 26,108 પ્રોહિબિશનના સત્તાવાર ગુના દાખલ

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અમદાવાદના તમામ 48 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુના અંગેની માહિતી મગાઈ હતી, જેમાં એપ્રિલ-2019થી માર્ચ-2022 દરમિયાન શહેરમાં 102 મર્ડર, 315 બળાત્કાર, 4105 ધાડ-લૂંટ અને ચોરી, 144 ખૂનનો પ્રયાસ, 360 છેડતી, 298 બાળકો સામે ગુના, 26,108 પ્રોહિબિશન સંબંધિત ગુના નોંધાયા હતા. સામૂહિક હુમલા, છેતરપિંડી, દહેજ, ડોમેસ્ટિક વાયલન્સ, હથિયાર અને એટ્રોસિટી એક્ટ મળીને કુલ 5,324 કેસ દાખલ થયા હતા.

આરટીઆઈની 3 વર્ષની માહિતી મુજબ, સૌથી વધુ મર્ડર શહેરકોટડા પોલીસ, બળાત્કારના કેસ કૃષ્ણનગર પોલીસમાં, સૌથી વધુ ધાડ-લૂંટ-ચોરીના કેસ સોલા, પ્રોહિબિશનના કેસ સરદારનગર પોલીસમાં નોંધાયા હતા. આ આંકડાં અમદાવાદના 48 પૈકી 24 પોલીસ સ્ટેશનમાંથી આરટીઆઈ મુજબ છે. અન્ય 24 પોલીસ સ્ટેશનમાં આંકડા વધુ હોવાથી માહિતી આપવાનું ટાળ્યું હતું. આ અંગે માહિતી આયોગને ફરિયાદ થઈ છે. જે પોલીસ સ્ટેશને માહિતી આપી નથી તેમની સામે કોર્ટમાં કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે.

3 વર્ષમાં નાર્કોટિક્સના માત્ર 8 કેસ
છેલ્લા 3 વર્ષમાં શહેરમાં ડ્રગ્સ માત્ર 8 જ કેસ નોંધાયા હતા. એપ્રિલ-2019થી માર્ચ-2022 દરમિયાન બાપુનગર અને ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં 2-2 કેસ નોંધાય હતા, જ્યારે શાહિબાગ, ગાયકવાડ હવેલી, સાબરમતી, શાહપુર, નારણપુરા પોલીસ સ્ટેશનમાં 1-1 કેસ નોંધાયો હતો.

સૌથી વધુ આપઘાત રિવરફ્રન્ટ પર
આત્મહત્યા19-2020-2121-22
રિવરફ્રન્ટ (વેસ્ટ)857393
રિવરફ્રન્ટ (ઈસ્ટ)445153
સાબરમતી102524
શહેરકોટડા131326
સરદારનગર191630
બાપુનગર223326

સરદારનગરમાં દારૂના 8355 કેસ
શહેરકોટડા, સરદારનગર, સોલા પોલીસમાં કુલ 38 મર્ડરના કેસ, જ્યારે કૃષ્ણનગર, નિકોલ, બાપુનગર, સાબરમતી પોલીસમાં બળાત્કારના કુલ 127, સોલા, નિકોલ, શહેરકોટડા, વસ્ત્રાપુર પોલીસમાં લૂંટ-ચોરીના કુલ 1379 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 8,355 દારૂના કેસ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.

- Advertisement -

આ પોલીસ સ્ટેશને માહિતી આપી નથી
ઝોન-1 વાડજ, ઝોન-2 માધુપુરા, કારંજ, ઝોન-3 કાલુપુર, ઝોન-4 એરપોર્ટ, મેઘાણીનગર, નરોડા, ઝોન-5 ગોમતીપુર, અમરાઈવાડી, ખોખરા, ઓઢવ, રામોલ, ઝોન-6 ઈસનપુર, મણિનગર, વટવા, વટવા જીઆઈડીસી, દાણીલીમડા, કાગડાપીઠ, નારોલ, ઝોન-7 વાસણા, વેજલપુર, આનંદનગર, પાલડી અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાના આંકડા વધુ હોવાથી માહિતી આપવાનું ટાળવામાં આવ્યું હતું.

Exit mobile version