ભાજપે જીત ઇતિહાસ બનાવ્યો જિલ્લામાં છેલ્લાં 60 વર્ષમાં ચૂંટાયેલા 58 MLAમાંથી અલ્પેશ ઠાકોરને સૌથી વધુ 43064 મતની લીડ મળી

By Abhishek Raghuvanshi
3 Min Read

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપે જીત ઇતિહાસ બનાવ્યો છે. પાંચમાંથી ત્રણ બેઠકો પર ભાજપે જંગી લીડ સાથે અનેક રેકર્ડ તોડાયા છે. જેમાં એક રેકર્ડ અલ્પેશ ઠાકોરના નામે નોંધાયો છે. જિલ્લાની વિધાનસભા બેઠકો પર 1962થી લઈને 2022 સુધી 58 ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં 60 વર્ષની સૌથી મોટી લીડનો રેકર્ડ અલ્પેશ ઠાકોરના નામે નોંધાયો છે.

અત્યાર સુધી સૌથી વધી લીડ 2002માં ડો. સી. જે. ચાવડાની 20,025 હતી. જોકે ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં લીડની બાબતે સી. જે. ચાવડા ચોથા નંબરને ધકેલાયા છે. 39266ની લીડ સાથે માણસાના જે. એસ. પટેલ બીજા નંબરે જ્યારે ગાંધીનગર ઉત્તરના રીટાબેન પટેલ 26111 લીડ સાથે 3જા નંબર રહ્યાં છે.

અત્યાર સુધીના ટોપ-10 માર્જિનના વિજેતાઓમાં પાંચ ભાજપ, બે કોંગ્રેસ અને ત્રણ કોંગ્રેસ(ઓગ્રેનાઇઝેેશન)ના ઉમેદવારો છે. માર્જિનના રેકર્ડ સાથે ગાંધીનગર ઉત્તર બેઠક પર બીજો એક રેકર્ડ નોંધાયો છે. જેમાં રીટાબેન પટેલ 60 વર્ષના ઇતિહાસમાં ગાંધીનગરમાં ચૂંટાયા હોય તેવા બીજા મહિલા ધારાસભ્ય બનશે. જ્યારે ભાજપમાંથી ચૂંટાયા હોય તેવા તે પ્રથમ ધારાસભ્ય બનશે.

60 વર્ષમાં જીતના માર્જિનના ટોપ-10 વિજેતા, વધુ માર્જિનના વિજેતામાં 5 ભાજપ, 2 કોંગ્રેસના

- Advertisement -
વર્ષઉમેદવારબેઠકપક્ષમાર્જિન
2022અલ્પેશ ઠાકોરગાંધીનગર દક્ષિણભાજપ43064
2022જે. એસ. પટેલમાણસાભાજપ39266
2022રીટાબેન પટેલગાંધીનગર ઉત્તરભાજપ26111
2002સી. જે. ચાવડાગાંધીનગર ઉત્તરકોંગ્રેસ20025
1980કાસમબાપુગાંધીનગરકોંગ્રેસ17205
1972મોતીભાઈ ચૌધરીમાણસાNCO16657
2022બલરાજસિંહ ચૌહાણદહેગામભાજપ16173
1975જેઠાલાલ પટેલગાંધીનગરNCO15811
1975મોતીભાઈ ચૌધરીમાણસાNCO13655
1985ગાભાજી ઠાકોરદહેગામભાજપ13279

માણસા બેઠક પર સૌથી મોટી લીડ
માણસા બેઠક પર 1962થી લઈને 2022 સુધીના ઇતિહાસની સૌથી મોટી 392666ની લીડ જે. એસ. પટેલના નામે નોંધાઈ હતી. આ બેઠક પર અત્યાર સુધી સૌથી મોટી લીડ 1972માં NCOના મોતીભાઈ ચૌધરીના નામે 16657ની હતી. જેને ભાજપે પાર કરી દીધી છે.

દહેગામમાં 1985માં નોંધાયેલો રેકોર્ડ તૂટ્યો
દહેગામ બેઠક પર અત્યાર સુધી સૌથી વધુ 13279 લીડ 1985માં ભાજપના ગાભાજી ઠાકોરના નામે હતી. ત્યારે આ વખતે બલરાજસિંહ ચૌહાણ 16173ની લીડ મેળવીને આ રેકર્ડ તોડ્યો છે. દહેગામ બેઠક પર અત્યાર સુધીની સૌથી ઓછી 1290ની લીડ 1962માં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ અમીનના નામે છે.

કલોલમાં 10,316થી વધુની લીડ નથી મળી
કલોલ બેઠકના 1962થી લઈને 2022 સુધીના ઇતિહાસમાં સૌથી વધુ લીડ 1975માં NCOના ચીમનભાઈ પટેલના નામે 10316ની બોલે છે. આ લીડને હજુ સુધી કોઈ કાપી શક્યું નથી. રાજ્યભરમાં ભાજપની સુનામી જેવી સ્થિતિ વચ્ચે પણ આ વખતે કલોલમાં ભાજપના લક્ષ્મણજી સૌથી પાછળ રહ્યાં છે.

સૌથી ઓછી લીડનો રેકોર્ડ બળદેવજીના નામે
ગાંધીનગર જિલ્લાના 60 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછી 343 લીડનો રેકર્ડ કલોલમાં 2012 બળદેવજી ઠાકોરના નામે નોંધાયો હતો. જે બાદ 2017માં માણસામાં કોંગ્રેસના સુરેશ પટેલ 524 સાથે બીજા નંબરે, 1985માં માણસામાં કોંગ્રેસના હરિપ્રસાદ શુકલા 551 લીડ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.

Exit mobile version