ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો:ગાંધીનગર CMના શપથગ્રહણમાંથી પરત ફરતા ભાજપ હોદેદારોની કાર પર પથ્થરમારો

By Abhishek Raghuvanshi
1 Min Read

ગુજરાત રાજ્યમાં ચુંટણી પૂર્ણ થયા બાદ આજે મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ મોરબીના ભાજપ આગેવાનોની કાર પર પથ્થરમારો થયો હતો.

કાર્યકર્તાઓ ગાંધીનગર શપથ ગ્રહણ સમારોહમાંથી પરત આવી રહ્યાં હતા
મોરબી ભાજપ અગ્રણી હસુભાઈ સોરીયા, મહેશ આહીર અને ચિરાગ કણઝારીયા આજે ગાંધીનગર ગયા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી. તેઓ પોતાની કારમાં પરત આવતા હોય ત્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક તેની કાર પર ત્રણથી ચાર ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. જે પથ્થરમારાની ઘટનામાં સદનસીબે આગેવાનોને કોઈ ઈજા પહોંચી નથી બંને સુરક્ષિત છે. પણ હુમલાને લીધે થોડીવાર માટે ભયનો વાતવરણ ફેલાયું હતું.

તો પથ્થરમારો લુંટના ઈરાદે કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણોસર તે સ્પષ્ટ થયું નથી. જોકે ભાજપ આગેવાનોએ આ રસ્તેથી આવનારા વાહનચાલકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.

Exit mobile version