ચૂંટાયા પહેલાં જ રોફ:ખેડબ્રહ્માના ઉમેદવાર અશ્વિન કોટવાલને મતદારને પરખાવ્યું, હું તમારો જવાબ આપવા બંધાયેલો નથી, વોટ આપવો હોય તો આપો

By Abhishek Raghuvanshi
5 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઇ ગયા છે.ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયાં છે અને ભાજપે તેમને ખેડબ્રહ્માની ટીકિટ પણ આપી દીધી છે. તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર દરમ્યાન સ્થાનિકના પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી એવો પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા.પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં

ભાજપની નવી રણનીતિ, નવા પ્રભારી મુક્યા
ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે ગુજરાતની 182 બેઠકો પર પ્રભારીઓને મૂક્યાં છે. જેથી મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરીંગ કરાશે. તદુપરાંત વોર્ડથી માંડીને બુથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે. પ્રદેશ કક્ષાથી લઇને બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાશે. તેમજ ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવાશે.

અમિત શાહે ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયાસ કર્યા

મુખ્યમંત્રી અમદાવાદમાં કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપના નેતાઓ વિવિધ જગ્યાએ પ્રચારમાં મેદાને ઉતર્યા છે. ત્યારે આજે રાત્રે મુખ્યમંત્રી અમદાવાદની ત્રણ વિધાનસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઇ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ચૂંટણીને લઇ અને મુખ્યમંત્રી કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો સાથે વાતચીત કરી અને તેઓને માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી સાંજે સાત વાગ્યે વટવા વિધાનસભા, રાત્રે 8 વાગ્યે નિકોલ વિધાનસભા અને રાત્રે 9 વાગ્યે સાબરમતી વિધાનસભા ના મધ્યસ્થ કાર્યાલય ઉપર મુખ્યમંત્રી પહોંચશે.

સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા જે.પી. નડ્ડાએ અડધી રાત્રે રણનીતિ ઘડી
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 11 દિવસ જ બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીયથી લઈ સ્થાનિક દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગઈકાલથી રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે સભા બાદ સૌરાષ્ટ્રના કમલમમાં તેઓએ અડધી રાત્રે બેઠક યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેમજ પૂર્વ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં મીડિયાને નો-એન્ટ્રી હતી પરંતુ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ જે.પી. નડ્ડાએ સૌરાષ્ટ્રની બેઠકો કઈ રીતે અંકે કરવી તે માટેની રણનીતિ ઘડી હતી. તેમજ આંતરિક જૂથવાદને લઈ થયેલ ડેમેજનો રિપોર્ટ પણ માગ્યો હતો. રાજકોટ ચારેય બેઠકમાં ચૂંટણીને લઈ નેતાઓ સાથે મહામંથન કર્યું હતું.

- Advertisement -
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ રાજકોટ ચારેય બેઠકમાં ચૂંટણીને લઈ નેતાઓ સાથે મહામંથન કર્યું

PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં
PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરશે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં

ધારાસભ્ય પુત્રવધૂએ સસરા પર નિશાન સાધ્યું
ચૂંટણી પ્રચાર દરમિયાન કાલોલનાં MLA સુમનબેન ચોહાણે તેમનાં જ સસરા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું.પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને બીજેપીની ટિકીટ ન મળતાં કોંગ્રેસ પક્ષ તરફથી કાલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સુમન બેન ચોહાણ કાલોલ વિધાનસભા બેઠકનાં બીજેપીના ઉમેદવાર ફતેસિંહ ચોહાણનાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. BJP છોડવાને લઈ પ્રભાત સિહ ચોહાણનો વ્યક્તિગત નિર્ણય હોવાનું સુમન બેન ચોહાણએ થોડા સમય પહેલાં જ પ્રતિક્રિયા આપી હતી.

પ્રભાતસિંહ ચૌહાણ અને સુમનબેન ચૌહાણ

રાજકોટમાં AAPના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. કોટડા સાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો કેસ કર્યો ધારણ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને અર્જુન ખાટરીયાના હસ્તે આ બધા લોકોએ ખેસ પહેર્યો હતો.

રાજકોટમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ

દહેગામ બાદ હાલોલ બેઠકની ટીકિટ વેચાઈ હોવાનો આક્ષેપ
કોંગ્રેસમાં કામિનીબા બાદ વધુ એક નેતાએ પાર્ટીમાં ટિકિટ વેચાતી હોવાના સનસનીખેજ આરોપ લગાવ્યાં છે. હાલોલ વિધાનસભા બેઠક પર ગુરુરાજ ચૌહાણે ટિકિટ માટે દાવેદારી કરી હતી. જો કે તેમની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ અનિસ બારિયાને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. જેથી નારાજ થયેલા ગુરુરાજ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર 2 થી 9 કરોડ રૂપિયામાં ટિકિટ સેટલમેન્ટના આરોપ લગાવ્યાં છે.

Exit mobile version